By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ‘પુતિન દુનિયા પર રાજ કરશે, યુરોપ તબાહ થશે’ : બાબા વાંગાની ભવિષ્યવાણી
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ‘પુતિન દુનિયા પર રાજ કરશે, યુરોપ તબાહ થશે’ : બાબા વાંગાની ભવિષ્યવાણી
GeneralInternational

‘પુતિન દુનિયા પર રાજ કરશે, યુરોપ તબાહ થશે’ : બાબા વાંગાની ભવિષ્યવાણી

HM News
Last updated: 05/03/2022 6:26 AM
HM News
3 years ago
Share
SHARE

– અમેરિકામાં અલકાયદાના હુમલાની ભવિષ્યવાણી સાચી પડી હતી
રશિયન શાસકને દુનિયામાં કોઈ રોકી નહીં શકે,બધાને રસ્તામાંથી હટાવી દેવાશેઃ યુક્રેન પર રશિયાના આક્રમણ વચ્ચે બાબા વાંગાના ભવિષ્યકથનની ચર્ચા

બલ્ગેરિયાના વિખ્યાત ભવિષ્યવેતા બાબાવાંગાની રશિયાના સંદર્ભમાં થયેલી ભવિષ્યવાણી ચર્ચામાં છે.બાબા વાંગાએ કહ્યું હતું કે રશિયન શાસકને કોઈ રોકી નહીં શકે,બધા જ વિરોધીઓને રસ્તામાંથી હટાવીને રશિયા દુનિયા પર રાજ કરશે.યુરોપ વેરાન થઈ જશે.યુક્રેન-રશિયા કટોકટી વચ્ચે બાબા વાંગાની ભવિષ્યવાણીઓની ચર્ચા જાગી છે.
રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કરીને દુનિયામાં ત્રીજા વિશ્વયુદ્ધનો ખતરો સર્જ્યો છે.એ દરમિયાન બલ્ગેરિયન ભવિષ્યવેતા બાબા વાંગાની ભવિષ્યવાણીઓનું વિશ્લેષણ થવા લાગ્યું છે. ૧૯૧૧માં બાબા વાંગાનો જન્મ થયો હતો. ૧૯૯૬માં તેમનું મૃત્યુ થયું ત્યાં સુધીમાં તેમણે ઈ.સ. ૫૦૭૯ સુધીની ભવિષ્યવાણી કરી હતી.
યુરોપ તબાહ થઈ જશે અને વેરાન બની જશે એવી ભવિષ્યવાણી કરનારા બાબા વાંગાએ એ જ સંદર્ભમાં રશિયા દુનિયા પર રાજ કરશે એવી ભવિષ્યવાણી કરી હતી.રશિયાનો શાસક દુનિયાનો શાસક બનશે. રશિયાને કોઈ રોકી શકશે નહીં,બધા જ વિરોધીઓને ડામી દઈને રશિયન શાસક દુનિયામાં સર્વોપરી બની જશે.યુક્રેન-રશિયન કટોકટી વચ્ચે નિષ્ણાતોએ બાબા વાંગાના ભવિષ્યકથનનો અભ્યાસ કર્યો હતો.
બાબા વાંગાએ અમેરિકા ઉપર અલકાયદાના હુમલાની સટિક ભવિષ્યવાણી કરી હતી.તે ઉપરાંત ૨૦૦૦ના વર્ષના સુનામીની પણ આગાહી કરી હતી.અમેરિકામાં આફ્રિકન મૂળના પ્રમુખની ભવિષ્યવાણી,બ્રિટિશ રાજકુમારીના મૃત્યુની આગાહી કરી હતી,જે સાચી સાબિત થઈ હતી. ૨૦૨૨માં દુનિયા ઉપર મોટી કુદરતી આફત આવશે એવી ભવિષ્યવાણી પણ તેમણે કરી છે.મહિલા ભવિષ્યવેતા બાબા વાંગા માનતા હતા કે ૫૦૭૯માં દુનિયાનો અંત આવશે એટલે તેમણે એ પછીના વર્ષોની કોઈ જ આગાહી કરી નથી.

મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ શપથ લીધા, ફડણવીસ નાયબ મુખ્યમંત્રી પદથી માન્યા
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીમાં તોફાનો માટે LG, CM અને રાજકીય નેતાઓ સાથે બેઠક બોલાવી
નર્મદા ભાજપના સાંસદ મનસુખ વસાવાનો વધુ એક “લેટર બોંબ”, જુઓ આ વખતે શું છે માંગણી
વડોદરામાં કોરોનામુક્ત 10 ટકા દર્દીઓના પેટમાં ચાંદાં-લોહી પડવાની ફરિયાદો
શિવસેનામાં હવે ઠાકરે પરિવારનું નહીં પણ એકનાથ શિંદેનું ચાલશે?
Share This Article
Facebook Email Print
Previous Article ઓપરેશન ગંગા : ૧૭ ફ્લાઈટ્સમાં ૩૮૦૦ ભારતીયોને સ્વદેશ લવાયા
Next Article રશિયન પ્રમુખ પુતિનની હત્યા કરનાર કે પકડનારને ૧૦ લાખ ડોલરનું ઈનામ!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up