મોસ્કો, તા. 28 એપ્રિલ 2022, ગુરૂવાર : રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તાજેતરમાં પ્રાકૃતિક ગેસના ખરીદદારો પાસે રૂબલમાં પેમેન્ટ કરવાની માગણી કરી હતી. તેમણે ધમકીના સૂરમાં કહ્યું હતું કે, જે પણ ખરીદદાર રૂબલના માધ્યમથી પેમેન્ટ નહીં કરે તેનો ગેસ સપ્લાય રોકી દેવામાં આવશે.રિપોર્ટ પ્રમાણે યુરોપના 4 દેશોએ પુતિનની શરત માની લીધી છે.આ દેશો રશિયન કરન્સી રૂબલ ચુકવીને ગેસની ખરીદી કરી રહ્યા છે.જોકે આ 4 દેશોના નામ સામે નથી આવ્યા.રશિયન ગેસ દિગ્ગજ ગજપ્રોમ પીજેએસસી તરફથી મળતા અહેવાલ પ્રમાણે 4 યુરોપીય ગેસ ખરીદદારોએ અગાઉથી જ રૂબલમાં સપ્લાય પેમેન્ટ કર્યું છે.રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવી હતી.સૂત્રોના કહેવા પ્રમાણે અન્ય ખરીદદારો ભલે ક્રેમલિનની શરતોનો અસ્વીકાર કરતા હોય પરંતુ અમુક દેશ પુતિન સામે નમી રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, બુધવારે રશિયાએ પોલેન્ડ અને બલ્ગેરિયા માટેનો ગેસ સપ્લાય અટકાવી દીધો હતો.
વધુ વાંચોઃ
Russia Ukraine War: NATO દેશો સાથે બદલાની શરૂઆત! પુતિને 2 દેશોનો ગેસ સપ્લાય અટકાવ્યો
જાણવા મળ્યા મુજબ 10 યુરોપીય કંપનીઓએ રશિયાની પેમેન્ટ માટેની માગણીને પૂરી કરવા માટે આવશ્યક ગજપ્રોમબેંકમાં અગાઉથી જ ખાતા ખોલાવી દીધા છે.રશિયા 23 યુરોપીય દેશોને પાઈપલાઈન દ્વારા ગેસનો પુરવઠો પહોંચાડે છે.


