પૂણે,તા.૨૨
પૂણેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકર્તાઓએ વિવાદાસ્પદ અભિયાન શરૂ કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે. પૂણેમાં મનસેના કાર્યકર્તાઓએ બાંગ્લાદેશીઓ જે વિસ્તારમાં વસવાટ કરે છે ત્યાં જઇને તેમની પાસેથી નાગરિકતાના પૂરાવાઓ માંગવાનું શરૂ કરતા રાજનીતિ ગરમાઇ છે.
એક અહેવાલ મુજબ પૂણેના ધનકવડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભાડે રહે છે. મનસેના અનેક કાર્યકર્તાઓએ અહીં પહોંચી લોકો પાસેથી તેઓ ભારતીય નાગરિક હોવાના પૂરાવાઓ માંગ્યા હતા. એટલું જ નહિં અહીં જે લોકો મનસેના કાર્યકર્તાઓને દસ્તાવેજો બતાવે છે તેની સત્યતાની ચકાસણી માટે પોલીસ અધિકારીઓ પણ તેમની સાથે રહે છે.તપાસ દરમ્યાન એક યુવક પાસે બે વોટર આઇડી મળતા મનસે કાર્યકર્તાઓ તેને પોલીસ સ્ટેશને લઇ ગયા હતા. મનસેના પૂણે શહેર પ્રમુખ અજય શિંદેએ જણાવ્યું કે છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી મનસેના કાર્યકર્તાઓ આ વિસ્તારમાં રહેતા લોકો પર નજર રાખી રહ્યા છે. કે જ્યાં તેમને બાંગ્લાદેશી ઘુસણખોરો રહેતા હોવાની આશંકા છે.
જણાવી દઈએ કે ૯ ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ સીએએ-એનઆરસીના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મનસેના પ્રમુખ રાજ ઠાકરેએ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને શહેરની બહાર કરવાની માંગ કરી હતી.
પૂણેમાં મનસે કાર્યકરોએ બાંગ્લાદેશીઓના વસવાટ કરતા વિસ્તારમાં નાગરિકતાના પુરાવા માંગ્યા
Leave a Comment