By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પૂર્વ વિસ્તારો રોગચાળાના સકંજામાં,શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં ૭૭ હજારથી વધુ ઓ.પી.ડી.દર્દીઓ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > પૂર્વ વિસ્તારો રોગચાળાના સકંજામાં,શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં ૭૭ હજારથી વધુ ઓ.પી.ડી.દર્દીઓ
AhmedabadGeneral

પૂર્વ વિસ્તારો રોગચાળાના સકંજામાં,શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં ૭૭ હજારથી વધુ ઓ.પી.ડી.દર્દીઓ

HM News
Last updated: 28/04/2022 5:13 AM
HM News
3 years ago
Share
SHARE

અમદાવાદ,બુધવાર,27 એપ્રિલ,2022 : અમદાવાદ પૂર્વના ચાર ઝોનના લોકો એક તરફ કાળઝાળ ગરમી અને બીજી તરફ પ્રદૂષિત પાણીને લઈ રોગચાળાના સકંજામાં આવી ગયા છે.મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત હોસ્પિટલો અને ખાનગી દવાખાનાઓ તથા હોસ્પિટલ પણ વિવિધ રોગના દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે.શારદાબહેન હોસ્પિટલમાં બે મહિનામાં નવા અને જુના એમ મળી કુલ ૭૭,૭૮૪ દર્દી ઓ.પી.ડી.માં નિદાન અને સારવાર માટે પહોંચ્યા હતા.શહેરમાં કથળતી જતી જન આરોગ્યની સ્થિતિને લઈ શ્વેતપત્ર બહાર પાડવા વિપક્ષનેતા દ્વારા માંગણી કરવામાં આવી છે.

મણિનગરમાં આવેલી મ્યુનિ.સંચાલિત એલ.જી.હોસ્પિટલની ઓ.પી.ડી.માં બે મહિનામાં ૯૮ હજાર દર્દી નિદાન અને સારવાર માટે પહોંચ્યા હતા.આ તરફ શારદાબહેન હોસ્પિટલમાં માર્ચ-૨૦૨૨માં ૨૨૩૮૨ નવા અને ૨૮૦૯૨ જુના એમ કુલ મળીને ૫૦૪૭૪ દર્દી નિદાન અને સારવાર માટે ઓ.પી.ડી.માં પહોંચ્યા હતા.૨૦ એપ્રિલ સુધીમાં આ હોસ્પિટલની ઓ.પી.ડી.માં ૧૧૭૨૧ નવા અને ૧૫૫૮૯ જુના એમ કુલ ૨૭૩૧૦ દર્દી પહોંચ્યા હતા.આમ બે મહિનામાં શારદાબહેન હોસ્પિટલમાં ચલાવવામાં આવતી ઓ.પી.ડી.માં નવા અને જુના એમ કુલ મળીને ૭૭,૭૮૪ દર્દી પહોંચ્યા હતા.આ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઈન્ડોર દર્દીની વાત કરવામાં આવે તો માર્ચ-૨૦૨૨માં ૨૪૨૧ ઈન્ડોર પેશન્ટ સારવાર લઈ રહ્યા હતા.જયારે ૨૦ એપ્રિલ સુધીમાં ૧૪૪૨ દર્દી ઈન્ડોર પેશન્ટ તરીકે સારવાર લઈ રહ્યા હતા.સતત કથળતી જતી લોકોના આરોગ્યની પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે પ્રતિક્રીયા આપતા કહ્યુ,જન આરોગ્યની સ્થિતિને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશને શ્વેતપત્ર બહાર પાડવુ જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરફથી માંગણી કરવામાં આવે છે.

હોસ્પિટલમાં ઈન્ડોર પેશન્ટ કયા-કેટલાં?
શારદાબહેન હોસ્પિટલમાં ૨૦ એપ્રિલ-૨૦૨૨ સુધીમાં વિવિધ રોગના દર્દીઓને ઈન્ડોર પેશન્ટ તરીકે દાખલ કરી સારવાર આપવામાં આવી રહી હતી.જેની વિગત આ મુજબ છે.

રોગ દર્દી

ઝાડા ઉલટી ૧૦૧

મરડો ૦૦૩

ટાઈફોઈડ ૦૮

મેલેરિયા ૦૦૬

કમળો ૦૦૭

ફેફસાનો ક્ષય ૦૦૩

અન્ય ક્ષય ૦૦૩

કેન્સર સિવાયની ગાંઠ ૦૪

ડાયાબીટસ ૦૩૯

એનેમીયા ૦૩૦

વાઈ ૦૧૪

ખાંસી ૦૩૮

ફિવર ૦૧૯

ન્યુમોનીયા ૧૧

દમ ૦૧૧

એબોર્શન ૦૫૩

બાળલકવાનો કેસ નોંધાયો

મ્યુનિ.હસ્તકની શારદાબહેન હોસ્પિટલમાં એપ્રિલ-૨૦૨૨ દરમ્યાન બાળલકવાનો એક કેસ નોંધાવા પામ્યો છે.આ દર્દીને હોસ્પિટલમાં ઈન્ડોર દર્દી તરીકે સારવાર આપવામાં આવી હતી.એક તરફ પલ્સ પોલીયો અભિયાન હેઠળ પોલીયોની રસી બાળકોને પીવડાવી પોલીયોના રોગની નાબૂદીની તંત્ર દ્વારા ઝૂંબેશ હાથ ધરાઈ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે.બીજી તરફ શારદાબહેન હોસ્પિટલમાં ૨૦ એપ્રિલ-૨૨ સુધીમાં ઈન્ડોર પેશન્ટ તરીકે બાળ લકવાના એક દર્દીને સારવાર આપવામાં આવી છે.આ બાબત પુરવાર કરે છે કે,શહેરના લોકોની કથળતી જતી આરોગ્યની સ્થિતિ ઉપર તંત્ર ઢાંકપિછોડો કરી રહ્યુ છે..

ગુજરાત હાઈકોર્ટનાં નામાંકિત ધારાશાસ્ત્રી સુર્યપ્રકાશ રાજુની સુપ્રીમમાં એડિશનલ સોલીસીટર જનરલ તરીકે નિમણુંક
સચિન GIDCમાં મોબાઇલ અને કપડાની દુકાનમાંથી રૂ. 1.90 લાખની ચોરી
વડોદરામાં સેક્સ રેકેટનો પર્દાફાશઃ ૪ યુવતિ સહિત ૬ દલાલોને ઝડપી લેવાયા
CAA-વિરોધી રેલીમાં ભાગ લેનાર પોલેન્ડના વિદ્યાર્થીને ભારત છોડવાનો આદેશ
ટ્રમ્પ શાસનમાં રાજીનામાની ઝડી વરસી : ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી સારા મેથ્યુએ પણ હોદ્દો છોડ્યો
Share This Article
Facebook Email Print
Previous Article બેફામ MRP લખી ડિસ્કાઉન્ટ આપવાના ખેલમાં ખતમ થતા નાના વેપારીઓ
Next Article બાઇકને ટક્કર મારી યુવકને મોતને ઘાટ ઉતારી વાહન ભાગી ગયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up