અમદાવાદ, 1 ફેબ્રુઆરી 2023 બુધવાર : ગુજરાત રાજ્યના પૂર્વ પોલીસ વડા આશિષ ભાટિયાનો વિદાય સમારોહ અનોખી રીતે ઉજવાયો હતો.પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સમરોહમાં રાજ્યના અન્ય પોલીસ અધિકારીઓ પણ હજાર રહ્યા હતા અને પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને ફૂલોથી શણગારેલી કર્મા બેસાડી દોરડાથી કાર ખેંચી હતી.
આ સમરોહ પ્રસંગે આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે હું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરું છું કે ડીજીપી તરીકે મને કામ સોંપવામાં આવ્યું અને નિવૃત્તિના સમયે પણ 8 માસનો કાર્યકાળ વધારવામાં આવ્યો.મે સરકારની સૂચનાઓનો અમલ કરવાનો હંમેશા પ્રયાસ કર્યો છે.મારા કાર્યકાળમાં ડ્રગ્સ,ગુમ બાળકો,મહિલાઓની સુરક્ષા અને ક્રાઇમમાં અલગ અલગ કામ થયા.ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને ગુનાઓ નિવારવા માટે કામગીરી કરવામાં આવી.વર્ષ 2022માં ડ્રગ્સ વિરુદ્ધ જે અભિયાન છેડવામાં આવ્યું તેમ એક જ વર્ષમાં 5500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું.
ગુજરાતના નવા પોલીસ વડા તરીકે વિકાસ સહાયે જણાવ્યું હતું કે, મને ગુજરાતના ઇન્ચાર્જ ડીજીપીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે.હું ગુજરાત સરકારનો આભાર માંનું છું.મારા માટે આ સૌભાગ્યની વાત છે કે મને ગુજરાત પોલીસની કમાન સોંપવામાં આવી છે.તમામ ગુજરાતના નાગરિકોને સલામતી અને સુરક્ષાનો અનુભવ થાય તેવા પ્રયાસો કરીશું અને પોલીસ છબી સારી રીતે ઉભરે તેવી કામગીરી કરીશું.ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાને 8 મહિનાનું એક્સટેન્શન આપ્યું હતું.જે 31 જાન્યુઆરીએ પૂર્ણ થતા આશિષ ભાટિયાએ ડીજીપી તરીકે વિદાય લીધી હતી.ત્યારે ગુજરાતના પૂર્વ પોલીસ વડાનો આજે વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા અને તેમણે અનોખી રીતે પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને અનોખી રીતે વિદાય આપી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર,રાજ્યના ડીજીપી તરીકે ફરજ બજાવતા આશિષ ભાટિયા ફરજ પરથી નિવૃત્ત થયા.ત્યારે ગુજરાતના પૂર્વ પોલીસ વડાનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો.પોલીસ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.જે બાદ પૂર્વ ડીજીપીને અનોખી રીતે વિદાય આપવામાં આવી હતી.જેમાં તમામ અધિકારીઓએ પૂર્વ ડીજીપી આશિષ ભાટિયાને ફુલોથી શણગારેલી કારમાં ઉભા રાખ્યા હતા.જે બાદ તે કારને આઈપીએસ અધિકારીઓ દ્વારા દોરડાની ખેંચવામાં આવતી જોવા મળી રહી છે.