ઉત્તરપ્રદેશના પૂર્વ IPS અધિકારી અમિતાભ ઠાકુરની યુપી પોલીસે ધરપકડ કરી છે.તેમની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટની બહાર મહિલાઓને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવા બદલ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો,ત્યારબાદ તેમની ધરપકડ કરવામાં આવી હતી.તમને જણાવી દઈએ કે અમિતાભ ઠાકુરે યુપી વિધાનસભા ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથ સામે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.
દિલ્હીમાં ગેંગરેપ પીડિતાએ સુપ્રીમ કોર્ટની બહાર પોતાની જાતને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.સાંસદ અતુર રાયને તે કેસમાં આરોપી બનાવવામાં આવ્યા છે.આ સિવાય પીડિતાએ અમિતાભ ઠાકુરનું નામ સહિત અનેક પોલીસ અધિકારીઓ પર આક્ષેપો કર્યા હતા.
અમિતાભ ઠાકુરે કહ્યું કે…આ પહેલા અમિતાભ ઠાકુરે આરોપ લગાવ્યો હતો કે યુપી પોલીસ દ્વારા તેમને નજરકેદ કરવામાં આવ્યા છે.આ માટે તેમણે સીએમ યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું. ઠાકુરે વીડિયો જાહેર કરતા કહ્યું કે, ‘સવારે મારા એક મિત્ર સાથે ગોરખપુર જવાનો હતો,જ્યારે હું તેમના નિવાસસ્થાન પર પહોંચ્યો ત્યાં મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ આવી અને કહ્યું કે, ‘તમે ગોરખપુર જઈ શકશો નહિ. તમારી સુરક્ષા જોખમમાં છે.તેથી મેં કહ્યું કે પછી યોગી આદિત્યનાથ જી ક્યાંય ન જવું જોઈએ, કારણ કે યોગી આદિત્યનાથ વિશે કહેવામાં આવે છે કે તેઓને દરેકથી જોખમ છે, ISISથી ખતરો છે.પરંતુ તેઓ જાય છે અને સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે છે.તેથી મારા માટે પણ આવું કરો.’