નવી દિલ્હી : તા.21 મે 2022,શનિવાર : શેરબજારના રોકાણકારોના લાખના બાર હજાર કરનાર કંપની પેટીએમની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે.કંપનીને માર્ચ કવાર્ટરમાં પણ મસમોટું નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે.Paytmની પેરન્ટ કંપની One97 Communicationએ નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ક્વાર્ટરના પરિણામો શુક્રવારે મોડી સાંજે જાહેર કર્યા હતા.રિઝલ્ટ અનુસાર જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિકગાળામાં કંપનીને 762.5 કરોડ રૂપિયાની ખોટ સહન કરવી પડી છે.આ આંકડો અગાઉના ક્વાર્ટરના રૂ.444.4 કરોડ કરતા 70% વધુ છે.
ચોંકાવનારી વાત એ છે કે મસમોટી ખોટ છતા કંપનીએ દાવો કર્યો છે કે અમારો બિઝનેસ સાચા અને મજબૂત ટ્રેક પર છે અને એબીટાની દ્રષ્ટિએ 2023ના સપ્ટેમ્બર ક્વાર્ટરના પરિણામો સુધીમાં કંપની બ્રેક-ઇવન(જ્યાં ખર્ચ અને આવક સમાન છે)સુધી પહોંચી જશે.