દેશમાં મોંઘવારીએ હવે માજા છે. છેલ્લા ઘણા સમયથી સવારે ઉઠો અને સમાચાર વાંચો તો ખબર પડે કે પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો થયો છે,ત્યારે સીધો ઝાટકો લાગી જાય છે.વધુ એકવાર આ ઝાટકો આજે તમને લાગશે,કારણ કે આજે પણ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ભડકો થયો છે.
જી હા,એકવાર ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો થયો છે. જેના કારણે આપનાં ખિસ્સાને સીધી કે આડકતરી રીતે અસર થવાની છે. આપને જણાવી દઇએ કેે, ઘણા સમયનાં વિરામ બાદ પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી વધારો નોંધાયો છે. આજે ફરી એકવાર પેટ્રોલનાં ભાવમાં 32 પૈસાનો અને ડીઝલનાં ભાવમાં 36 પૈસાનો વધારો થયો છે.જેના કારણે મધ્યમવર્ગને મોંઘવારીનો માર પડ્યો છે.
જો ગુજરાતનાં સૌથી મોટા શહેર અમદાવાદની વાત કરીએ તો અહી આજે પેટ્રોલનો ભાવ 83.92 રૂપિયા પર પહોંચ્યો છે તો વળી ડિઝલનો ભાવ 82.71 રૂપિયા થઇ ગયો છે. માર્ચનાં મધ્યથી અત્યાર સુધીમાં પેટ્રોલનાં ભાવમાં લગભગ 17 રૂપિયા અને ડીઝલનાં ભાવમાં લગભગ 14 રૂપિયા જેટલો વધારો થયો છે.વળી જો દેશની રાજધાનીની વાત કરીએ તો અહી પેટ્રોલનો ભાવ 86.95 અને ડીઝલનો ભાવ 77.13 રૂપિયા થઇ ગયો છે. કોલકતામાં પેટ્રોલનો ભાવ 88.30 અને ડીઝલનો ભાવ 80.71 રૂપિયા, મુંબઈમાં પેટ્રોલનો ભાવ 93.49 અને ડીઝલનો ભાવ 83.99 રૂપિયા અને ચેન્નઈમાં પેટ્રોલનો ભાવ 89.39 અને ડીઝલનો ભાવ 82.33 રૂપિયા સુધી પહોંચી ગયો છે.

