નવી દિલ્હી, તા. ૭ : ભાજપના નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પેટ્રોલના ભાવ મુદ્દે મોદી સરકારની ઝાટકણી કાઢી હતી.સુબ્રમણ્યમ સ્વામીએ સરકારને સલાહ આપી હતી કે પેટ્રોલ દેશભરમાં માત્ર ૪૦ રૂપિયે લિટર હોવું જોઈએ.સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું હતું કે લિટરે ૯૦ રૂપિયા વસૂલીને સરકાર ઉઘાડી લૂંટ ચલાવે છે,રિફાઈનરીમાં બધી જ પ્રક્રિયા પછી પણ એક લિટર પેટ્રોલ માત્ર રૃપિયા ૩૦માં તૈયાર થઈ જાય છે.સરકાર અને પેટ્રોલ પંપનું કમિશન ઉમેરાય તો પણ લોકોને ૪૦ રૂપિયા લિટરે પેટ્રોલ મળવું જોઈએ.૨૦૦ ટકા સુધીનો ટેક્સ વસૂલવામાં આવે છે તે યોગ્ય નથી.

