(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર : માત્ર કોર્પોરેટ કંપનીઓ, ભાગીદારી પેઢીઓ અને ચેરિટેબલ ટ્રસ્ટ સિવાયના તમામ કરદાતાઓ તેમના રિટર્ન એપ્રિલથી જ ફાઈલ કરી શકે તે માટેની યુટીલિટી (ફોર્મ) સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે આવકવેરાની વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.આ સાથે જ આકારણી વર્ષ ૨૦૨૦-૨૧ અને નાણાંકીય વર્ષ ૨૦૨૧-૨૨ના રહી ગયેલા રિટર્ન ૫૦ ટકા પેનલ્ટી સાથે ફાઈલ કરવાનું ચાલુ કરી શકાશે.ખાસ કરીને જેમના રિટર્ન ફાઈલ કરવાના રહી ગયા છે તેવા કરાદાઓ અને સાચી આવક બતાવવાનું ચૂકી ગયેલા કરદાતાઓને રિટર્ન સુધારવાની તક પૂરી પાડવામાં આવી છે.તેમ જ જે કરદાતાઓએ તેની આવક ખોટા હેડ હેઠળ દર્શાવી હોય તેમને પણ સુધારલું રિટર્ન ફાઈલ કરવાની તક મળી છે.જે કરદાતાનો કેરી ફોરવર્ડ લૉસ ઓછો થતો હોય તો તેમને પણ રિટર્ન ફાઈલ કરવાની તથા અગાઉ ન દર્શાવી શકાયેલો ઘસારા ખર્ચ તથા કરકપાતની ક્રેડિટ લીધી હોય અને તેમાં ઘટાડો થતો હોય તો પણ સુધારેલું રિટર્ન પેનલ્ટી સાથે ભરી શકાશે.સેન્ટ્રલ બોર્ડ ઑફ ડાયરેક્ટ ટેક્સિસે આઈટીઆર-૧થી ૭ના રિટર્ન ફાઈલ કરવા માટેની ફોર્મ વેબસાઈટ પર અપલોડ કરી દીધા છે.