વોશિંગ્ટન તા.6 : અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીમાં ચાલી રહેલી કાનૂની લડાઈમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીમને જયોર્જીયા તથા મિશીગનમાં ફટકો પડયો છે. પરંતુ પેન્સિલવેનિયામાં પ્રમુખની કાનૂની લડાઈ સફળ રહે તેવી શકયતા છે.એક તરફ અમેરિકામાં દેખાવો વધી રહ્યા છે તો બીજી તરફ અમેરિકાના એટર્ની જનરલે પણ ચૂંટણી પ્રક્રિયા અંગે શંકા ઉભી કરવા સામે ટ્રમ્પની આકરી ટીકા કરી છે અને તેઓ સતત વિવાદાસ્પદ વિધાનો આપી રહ્યા હોવાના સંકેત છે.પેન્સિલવેનિયામાં પ્રમુખ ટ્રમ્પ એ પ્રથમ કાનૂની લડાઈ જીતી છે અને તેમાં પ્રમુખ ટ્રમ્પના ચૂંટણી એજન્ટને કાઉન્ટીંગ સેન્ટરમાં ટેબલ પાસે છ ફૂટની દૂરીથી સમગ્ર પ્રક્રિયા નિહાળવા માટે સ્થાનિક અદાલતે મંજુરી આપી છે.આ રાજયમાં ટ્રમ્પની બઢત છે અને તેથી તેઓ પેન્સિલવેનિયા જાળવીને 20 મતો અંકે કરવા માંગે છે.જો કે જયોર્જીયા અને મીશીગનમાં ન્યાયમૂર્તિએ કોઈ સ્પષ્ટ ઓર્ડર આપ્યો નથી અને ગણતરી પ્રક્રિયા યથાવત રાખવા જણાવ્યું છે.