ફ્રાન્સના પેરિસમાં ટીચરનું માથુ કાપનારો વ્યક્તિ એન્કાઉન્ટરમાં માર્યો ગયો છે. 18 વર્ષના વ્યક્તિ દ્વારા શુક્રવારે પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન બાળકોને બતાવનારા ટીચરને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.જણાવવામાં આવી રહ્યું છે કે,તેણે પહેલા અલ્લાહ હૂ અકબરના નારા લગાવ્યા અને પછી ટીચરનું ગળું કાપીને તેમની હત્યા કરી દીધી હતી.મીડિયા રિપોર્ટ અનુસાર,હુમલાખોરે ઘણી દૂર સુધી ટીચરનો પીછો કર્યો હતો. એન્ટી ટેરર ડિપાર્ટમેન્ટે તેની પુષ્ટિ કરી છે. ઘટનાસ્થળ રાજધાની પેરિસથી ખૂબ જ નજીક છે.
ફ્રાન્સમાં ટીચરની નિર્મમ હત્યાને લઈને આતંકી હુમલાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમ્મૈન્યુઅલ મૈક્રોંએ તેને આતંકવાદી હુમલો ગણાવ્યો છે.તેમણે કહ્યું કે,આતંકીએ દેશના ગણતંત્ર વિરુદ્ધ હુમલો કર્યો છે.આ લોકો ફ્રાન્સને વિભાજિત નહીં કરી શકશે.આજે રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેક્રો પોતે મૃત શિક્ષકના ઘરે જવાના છે.
પોલીસે હુમલાખોરની ઓળખ જાહેર નથી કરી,પરંતુ એટલું જણાવવામાં આવી રહ્યું છે કે,તે 18 વર્ષીય સંદિગ્ધ ઈસ્લામિક આતંકવાદી હતો અને મોસ્કોમાં તેનો જન્મ થયો હતો. પોલીસે હુમલાખોરની ધરપકડ કરવાનો પ્રયત્ન કર્યો હતો.પરંતુ તે સરેન્ડર કરવાને બદલે પોલીસને જ ડરાવવાનો પ્રયત્ન કરવા માંડ્યો. ત્યારબાદ જવાબી કાર્યવાહીમાં પોલીસની ગોળીથી તેનું મોત થઈ ગયું.
પેરિસની એક સ્કૂલના ટીચર સેમ્યુઅલ બાળકોને અભિવ્યક્તિની આઝાદી વિશે ભણવતા હતા, ત્યારે તમણે પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન બતાવ્યું હતું, જેને કારણે હુમલાખોર ખૂબ જ નારાજ થઈ ગયો હતો.તે ચપ્પૂ લઈને પહોંચ્યો અને અલ્લા હૂ અકબરના નારા લગાવતા ટીચરની પાસે પહોંચ્યો અને તેણે ચપ્પૂ વડે ટીચરનું ગળું કાપી નાંખ્યું હતું.
ગત મહિને પણ આ પ્રકારનો હુમલો થયો હતો.ગત મહિને ચાર્લી હેબ્દોની જુની ઓફિસની પાસે એક પાકિસ્તાની વ્યક્તિએ ચપ્પૂ વડે હુમલો કરી દીધો હતો,જેમાં ચાર લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા હતા.પોરિસમાં હાલ 7 જાન્યુઆરી, 2015ના રોજ ચાર્લી હેબ્દોની ઓફિસ પર થયેલા બર્બર આતંકી હુમલાને લઈને સુનાવણી ચાલી રહી છે અને આ બંને હુમલા બાદ સનસની ફેલાઈ ગઈ છે.જણાવી દઈએ કે,વર્ષ 2015માં ચાર્લી હેબ્દોની ઓફિસ પર પૈગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપ્યા બાદ આતંકી હુમલો થયો હતો.