નવી િદલ્હી : કોરોના પેસિફિક મહાસાગરના ક્ષેત્રમાં આવેલા 10 દેશોને ચીન પોતાના તરફ આકર્ષવા માટે કોશિશ કરી રહ્યું છે,પરંતુ ચીનના આ પ્રયાસને જોરદાર ઝાટકો લાગ્યો છે.તાજેતરમાં સોલોમન દ્વિપની સાથે સુરક્ષા કરાર કરીને અમેરિકા,જાપાન અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના પડકાર વધારનાર ચીનને 10 દેશો સાથે કરારની આશા હતી.ચીનના વિદેશ મંત્રી વાંગ યી આ જ આશા લઈને મીટિંગ માટે ફિજી પહોંચ્યા હતા,પરંતુ કોઈ સમજૂતિ પર સહમતી બની શકી નથી.આ દરમિયાન વાંગ યી એ દ્વિપક્ષીય દેશોને કહ્યું કે એ ચીનની મહત્વકાંક્ષાઓને લઈને કોઈ પણ પ્રકારનો ડર પોતાના મનમાં રાખે નહીં. ઓસ્ટ્રેલિયન મીડિયા રિપોર્ટ મુજબ ચીને પેસિફિક મહાસાગર ક્ષેત્રના 10 દ્વિપીય દેશોની સાથે કરાર કરવાની યોજના બનાવી હતી,જે સફળ થઈ શકી નથી.
રિપોર્ટ અનુસાર દ્વિપીય દેશોમાંથી કેટલાક દેશોએ સમજૂતીના કેટલાક મુદ્દાને લઈને વાંધો વ્યક્ત કર્યો છે.હકીકતમાં ચીને સાઉથ પેસિફિક ક્ષેત્રમાં પોતાની કૂટનીતિક દખલ વધારવાનો પ્રયાસ કર્યો છે.જ્યારે અહીંયા ઓસ્ટ્રેલયા અને તેની સાથે મળીને અમેરિકા પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કોશિશ કરી રહ્યું છે.ચીનની દખલને લઈને ચિંતા પણ કરવામાં આવી રહી છે,પરંતુ ચીન આ ચિંતા ફગાવી રહ્યું છે.આ મામલે ચીને કહ્યું કે અમારું લક્ષ્ય કોઈ ત્રીજા દેશને ટાર્ગેટ કરવાનું નથી.સોમવારે ચીનના વિદેશ મંત્રી વાંગ યી એ પોતાના લેખિત નિવેદનમાં કહ્યું કે જિનપિંગ હંમેશા તમને સૌને સારા મિત્ર માનતા રહ્યા છે.
મીટિંગ બાદ ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ જણાવ્યું કે તમામ દેશોની વચ્ચે પાંચ મુદ્દાને લઈને સહયોગ માટે ચર્ચા થઈ છે.જોકે,હજુ પણ આપણી વચ્ચે કેટલાક મુદ્દાઓ પર વધુ વાતચીત જરૂરી છે.મીડિયા રિપોર્ટ મુજબ જે પાંચ મુદ્દા પર વાત થઈ છે,એમાં કોરોના બાદ આર્થિક રિકવરી,કૃષિ અને કુદરતી આફત જેવા મુદ્દા સામેલ છે.જોકે,એમાં સુરક્ષાનો મુદ્દો સામેલ નથી.આ મીટિંગમાં સામોઆ,તોંગા,કિરિબાતી, પાપુઆ ન્યૂ ગિની,વનુઆતુ,સોલોમન દ્વિપ વગેરે દેશોના નેતાઓ સામેલ રહ્યા હતા.