સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52658 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 થયો છે. ગત રોજ જયારે સાજા થનારાઓની સંખ્યા 51225 પર પહોંચી ગઈ હતી. જેમાં જિલ્લાના 12632 લોકોનો સમાવેશ થાય છે.
3 વેન્ટિલેટર અને 3 દર્દી ઓક્સિજન પર
હાલ શહેર જિલ્લામાં કુલ 296 એક્ટિવ કેસ છે.શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા સતત ઘટી રહી છે અને ડેથ રેટમાં પણ ઘટાડો નોંધાય રહ્યો છે.અત્યાર સુધીમાં શહેરમાં કુલ 850 અને જિલ્લામાં 287 લોકોના કોરોનામાં મોત થયા છે.નવી સિવિલમાં 10 દર્દીઓ પૈકી 3 ગંભીર છે.જેમાં 3 ઓક્સિજન પર છે.સ્મીમેરમાં 5 પૈકી 4 ગંભીર છે.જેમાં 3 વેન્ટિલેટર,1 ઓક્સિજન પર છે.
સુરત શહેરના અલગ અલગ ઝોનમાં નવા નોંધાયેલા કેસ
સુરત જિલ્લાના 5 તાલુકામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો ન હતો.કામરેજ,મહુવા,માંગરોળ,ઉમરપાડા અને માંડવીમાં એક પણ નવો કેસ સામે આવ્યો ન હતો જયારે ચોર્યાસીમાં 2 અને ઓલપાડમાં 1 પોઝિટિવ કેસ સામે આવ્યો હતો.સુરત શહેરના અલગ અલગ ઝોનની વાત કરીએ તો સેન્ટ્રલ ઝોનમાં 3,વરાછા એમાં 4,વરાછા બીમાં 3,રાંદેરમાં 6,કતારગામમાં 2,લીંબાયતમાં 1,ઉધનામાં 2 અને અઠવા ઝોનમાં 10 પોઝિટિવ કેસ સામે આવ્યા હતા.હાલ શહેરમાં 2869 લોકો હોમ કોરન્ટાઇન છે.


