સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે,સુરત શહેર જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંક 52721 પર પહોંચી ગયો છે.આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી મૃત્યુઆંક 1137 પર સ્થિર છે.ગત રોજ શહેરમાંથી 25 અને જિલ્લામાંથી 7 મળી 32 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.આ સાથે અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 51324 કોરોના પોઝિટિવ દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. શહેર જિલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 260 થઈ છે.
સિટીમાં 39690 અને જિલ્લામાં કુલ 13031 કેસ
સિટીમાં કુલ કેસ 39690 અને મૃત્યુઆંક 850 છે.જિલ્લામાં કુલ કેસ 13031 અને મૃત્યુઆંક 287 છે.સિટી-જિલ્લા મળીને કુલ કેસનો આંક 52721 અને મૃત્યુઆંક 1137 થયો છે.સિટીમાં સાજા થનારા દર્દીનો આંક 38679 અને જિલ્લામાં 12645 મળીને કુલ 51324 થયો છે.
મશીન ઓપરેટર, કોલેજના કર્મચારી સહીતના સંક્રમીત
શહેરમાં રવિવારે ટેક્ષટાઈલ વેપારી,એકાઉન્ટન્ટ,એડ્વોકેટ સહિત 32 વ્યક્તિઓ સંક્રમીત થયા છે.જેમાં સાઉથ વેસ્ટ ઝોનમાં એસ્સાર ફાર્મા કંપનીના મેડિકલ રીપ્રેઝન્ટેટીવ, ટેક્ષટાઈલ વેપારી,કોલેજના કર્મચારી,ટેક્ષટાઈલ વર્કર,વેસ્ટ ઝોનમાં મશીન ઓપરેટર, ઈસ્ટ ઝોનમાં ટેક્ષટાઈલ વેપારી,સેલ્સમેન,સાઉથ ઈસ્ટ ઝોનમાં એકાઉન્ટન્ટ અને નોર્થ ઝોનમાં એડ્વોકેટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


