પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલની પુત્રવધુ ફિઝુએ દહેજની માંગણી તથા મારઝુડ સંદર્ભે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેણે સાસરીયાઓ સામે હત્યાની કોશિષનો ગુનો પણ નોંધાવ્યો હતો.જેને પગલે સાસરીયાઓએ ફિઝુને આ અંગેના પુરાવા રજુ ન કરવા તથા ફરિયાદમાંથી ફરી જવા માટે અઢી કરોડ રૂપિયા આપ્યા હતા. આ નાણાં ફિઝુના નવરંગપુરામાં રહેતા માસીના ઘરેથી ક્રાઈમ બ્રાંચે કબજે કર્યા હતા. પોલીસ હવે સાસરીયાઓ વિરૂધ્ધ વધુ એક ગુનો દાખલ કરવા સંદર્ભે તપાસ કરી રહ્યા છે.
માતા સાથે રહેતા ફિઝુબહેનને તેમના સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ અને મારઝુડની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી
વસ્ત્રાપુરમાં માતા સાથે રહેતા ફિઝુબહેનને તેમના સાસરીયાઓ વિરૂધ્ધ દહેજ અને મારઝુડની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.જેમાં પતિ મોનાંગ આર.પટેલ,સસરા રમણ બી.પટેલ,સાસુ મયુરીકાબહેન આર.પટેલ અને ફિઝુબહેનના પિતા મુકેશભાઈ બી.પટેલનો સમાવેશ થાય છે. દહેજ અને મારઝુડની ફરિયાદ બાદ ફિઝુબહેને સાસરીયાઓ વિરૂધ્ધ હત્યાના પ્રયાસની વધુ એક ફરિયાદ પણ નોંધાવી હતી.
બીજીતરફ સાસરીયાઓએ ઘરેલુ હિંસા અને હત્યાની કોશિષના ગુનામાં ફરિયાદી ફિઝુબહેનને ફરિયાદમાં પુરાવા રજુ ન કરવા અને પોતાની ફરિયાદમાંથી ફરી જવા માટે આરોપીઓ રમણ ભોળીદાસ પટેલ,મોનાંગ આર.પટેલ તથા અન્યો દ્વારા લાલચરૂપે ફિઝુબહેનને અઢી કરોડ રૂપિયા આપ્યા હતા.આરોપીઓએ પોતાની તરફેણમાં એફિડેવિટ કરી આપવા માટે આ રકમ આપી હોવાનું પોલીસે જણાવ્યું હતું.ક્રાઈમ બ્રાંચે આ નાણાં ફિઝુબહેનના નવરંગપુરામાં સૌમ્ય ફ્લેટમાં રહેતા માસી નીમાબહેન મૌલિકભાઈ શાહના ઘરેથી કબજે કર્યા હતા.
ક્રાઈમ બ્રાંચે પરિણીતાની માસીના ઘરેથી નાણાં કબજે કર્યા સાસરીયાઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવા અંગે તપાસ શરૂ
વસ્ત્રાપુર પોલીસના જણાવ્યા મુજબ લાંચ રૂપે આપવામાં આવેલી આ રકમ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી અંગે અમે તપાસ કરી રહ્યા છીએ. અત્રે ઉલ્લેખનીય છે કે 1 ઓગસ્ટ 2020ના રોજ ફિઝુબહેનની દિકરીનો જન્મદિવસ હોવાથી પરિવારજનો એકઠા થયા હતા. જેમાં ફિઝુબહેનના માતા પિતા પણ હાજર હતા.
લાંચ રૂપે આપવામાં આવેલી આ રકમ મામલે આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી અંગે અમે તપાસ કરી રહ્યા છીએ
જોકે તેમના માતા અને પિતાને મતભેદ હોવાથી ઘણા વર્ષોથી અલગ રહે છે. દરમિયાન પાર્ટી પુરી થયા બાદ સાસુ સસરાએ તુ તારા પિયરમાંથી કંઈ લાવી નથી તે અમારો પૈસો જોઈને અમાકા દિકરા સાથે લગ્ન કર્યા છે, તમે મા દિકરી બન્ને લુંટેરીઓ છો કહીને બિભત્સ ગાળો બોલી હતી.ઉપરાંત પતિ મોનાંગે ફિઝુબહેનને નાક પર ફેંટો મારી ગડદાપાટુનો ઢોર માર માર્યો હતો. તે સિવાય મોનાંગે પોલીસ ફરિયાદ કરશે તો જાનથી મારી નાંખશે, એવી ધમકી પણ આપી હતી. જેને પગલે તેમણે સાસરીયાઓ વિરૂધ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.