પોરબંદર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાવાની છે.જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણીના પ્રચાર પડઘમ હવે શાંત થઇ ગયા છે અને આવતીકાલે મતદાન થશે.મતદાનને ગણતરીના કલાકો બાકી છે ત્યારે પોરબંદરના કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાના ભત્રીજા પિયુષ મોઢવાડિયા અને અન્ય 3 સામે FIR નોંધાઇ છે.ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં પ્રચાર કરતા યુવાનોને ધમકી આપી ગાળો આપી આ વિસ્તારમાં નહીં આવવાનું જણાવતા પોલીસ ફરિયાદ થઈ છે.
પિયુષ મોઢવાડિયા,જયેશ મોઢવાડિયા, ચિરાગ ઉર્ફે (CK) કેશુભાઈ ઓડેદરા, કરણભાઇ પરમારના નામ આરોપી તરીકે સામેલ કરવામાં આવ્યા છે.જય બાબુભાઇ બાપોદરા નામના યુવાને ફરિયાદ નોંધાવી છે.


