[weather_data]
Breaking News
TRENDING NEWS

પોર્ટુગલી સંબંધ મામલે વિવાદઃ ગોવામાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની મૂર્તિ લગાવવાને લઈ લોકોમાં રોષ, વિરોધ પ્રદર્શન

[updated_date] [post_views]

Table of Content

  • ગોવા પર સદીઓ સુધી પોર્ટુગલે કબજો જમાવેલો હતો અને ભારતની આઝાદી પછી પણ તેમનો કબજો રહ્યો હતો

નવી દિલ્હી,તા.01 જાન્યુઆરી,શનિવાર : ગોવાના દરિયા કિનારે આવેલા કલંગૂટ નામના એક ગામના પાર્કમાં પ્રસિદ્ધ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોની પિત્તળની એક વિશાળ પ્રતિમા લગાવવાને લઈ ભારે હોબાળો થઈ રહ્યો છે.ત્યાં રહેતા લોકો રોનાલ્ડોના પોર્ટુગલી સંબંધને લઈ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે.પ્રદર્શનકારીઓના કહેવા પ્રમાણે તેઓ ફક્ત એ વાતે જ રોષે નથી ભરાયા કે,એક વિદેશી ખેલાડીને આ પ્રકારનું સન્માન આપવામાં આવ્યું પરંતુ એક પોર્ટુગલી ખેલાડીને આ માટે કેમ પસંદ કરવામાં આવ્યો તેનો પણ વિરોધ છે.

ઉલ્લેખનીય છે કે,ગોવા પર સદીઓ સુધી પોર્ટુગલે કબજો જમાવેલો હતો અને ભારતની આઝાદી પછી પણ તેમનો કબજો રહ્યો હતો.આશરે 60 વર્ષ પહેલા જ તેમણે રાજ્ય છોડ્યું છે.તે સિવાય રાજ્યના લોકોને એ વાતને લઈ પણ વાંધો છે કે,કોઈ પણ ભારતીય ખેલાડીની પ્રતિમા લગાવવાના બદલે પોર્ટુગલી ખેલાડીની પ્રતિમા લગાવવામાં આવી છે.

માઈકલ લોબોનું નિવેદન

માઈકલ લોબો નામના મંત્રીએ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે,યુવાનોને પ્રેરિત કરવા તથા રાજ્ય અને દેશમાં ફુટબોલને આગલા સ્તર સુધી લઈ જવા માટે રોનાલ્ડોની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે.તેને સ્થાપિત કરવાનો ઉદ્દેશ્ય યુવા પેઢીને રમતો પ્રત્યે જાગૃત કરવાનો અને તેમના સપનાઓને પૂરા કરવાનો છે.

અનેક દેશોમાં રોનાલ્ડોના પ્રશંસક

પોર્ટુગલના પ્રસિદ્ધ ફુટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના પ્રશંસકો સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે.5 વખત બૈલેન ડીઓર એવોર્ડ જીતનારા રોનાલ્ડોના લાખો પ્રશંસકો ભારતમાં પણ છે.ગોવાની રાજધાની પણજી ખાતે તેનું પ્રમાણ પણ મળ્યું છે.ઈંગ્લેન્ડની ક્લબ માન્ચેસ્ટર યુનાઈટેડ તરફથી રમનારા રોનાલ્ડોની મૂર્તિ પણજીમાં લગાવવામાં આવી છે.આ મૂર્તિનું વજન 410 કિગ્રા છે.

 

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles