– Zoom એપ પર ઓનલાઈન કલાસ દરમિયાન વિદ્યાર્થીઓની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ જતા હોબાળો
નવી દિલ્હી,
Zoom એપ સતત ખોટા કારણો લઈને ચર્ચામાં છે.એપને લઈને હેકિંગના રિપોર્ટ સામે આવ્યા છે.હાલ ચંદીગઢની એક સ્કૂલમાં ટીચર ઝૂમ એપ દ્વારા વિદ્યાર્થીઓને સાયન્સ ભણાવી રહ્યા હતા ત્યારે વિદ્યાર્થીઓની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ ગઈ હતી.
ચંદીગઢની એક સ્કૂલે ઓનલાઈન ક્લાસ માટે ઝૂમ એપનો ઉપયોગ કર્યો હતો.18 એપ્રિલે જ્યારે ઝૂમ ઓનલાઈન ક્લાસને હેક કરવામાં આવી ત્યારે શિક્ષક કોન્ફરન્સ લોક કરીને ઓડિયો-વોડિયો ક્વોલિટી ચેક કરી રહ્યા હતા.બધુ જ ચેક કર્યા બાદ ટીચરે 10માં ધોરણના 45 વિદ્યાર્થીઓને માટે રિપ્રોડક્શન ચેપ્ટર શરૂ કરવાના હતા ત્યારે વિદ્યાર્થીઓની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ હતી.
ઝૂમ એપ અંગે શિક્ષકને વધારે જાણકારી નહતી. તેથી લગભગ 5 મિનિટ સુધી તેમને ખબર નહતી પડી કે પોર્ન ફિલ્મને બંધ કેવી રીતે કરવી.ત્યારબાદ સ્કૂલ મેનેજમેન્ટને વિદ્યાર્થીઓનો સંપર્ક કર્યો જેમની સ્ક્રીન પર પોર્ન ફિલ્મ શરૂ થઈ હતી. પહેલા તે મેનેજમેન્ટને લાગ્યું કે વિદ્યાર્થીઓ જાણીજોઈને આવું કર્યું છે.પરંતુ વિદ્યાર્થીએ આરોપોને વખોડતા કહ્યું કે જ્યારે ક્લાસ શરૂ થવાની હતી ત્યારે તેના પિતા ત્યાં હાજર હતા.
સ્કૂલ મેનેજમેન્ટે આ ઘટનાની જાણકારી પોલીસને આપી દીધી છે.ત્યાંજ સાઈબર ક્રાઈમ એક્સપર્ટે આને ઝૂમ બોમ્બિંગ ગણાવ્યું છે.જ્યારે કોઈ અજાણ્યો યુઝર મીટિંગ અથવા ક્લાસમાં એન્ટર થઈ જાય છે તેને ઝૂમ બોમ્બિંગ કહેવામાં આવે છે.યુઝર્સની પ્રાઈવેસી અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ગૃહમંત્રાલયે ઝૂમ એપનો ઉપયોગ નહીં કરવાની સલાહ આપી છે.