લખનૌ,તા.24 : અલાહબાદ હાઇકોર્ટની લખનૌ ખંડપીઠે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો હતો કે પોલીસ દળમાં દાઢી રાખવી કાઇ બંધારણીય અધિકાર નથી.ખંડપીઠે મુસ્લિમ પોલીસ કોન્સ્ટેબલની માંગણી ફગાવી દીધી હતી. કોર્ટે યુપી પોલીસમાં દાઢી રાખવા પર રોકની સામે દાખલ થયેલી અરજી ફગાવી દીધી હતી.
તો સાથે સાથે કોર્ટ અરજી દાખલ કરનાર સિપાહીની સામે ઇસ્યુ થયેલ સસ્પેન્ડ આદેશ અને આરોપનામામાં પણ દાખલ કરવાનો ઇન્કાર કર્યો છે.આ આદેશ જસ્ટિસ રાજેશસિંહ ચૌહાણની સિંગલ પીઠ અયોધ્યાના ખંડાસા પોલીસ સ્ટેશનમાં તૈનાત સિપાહી મોહમ્મદ ફરમાનની બે અલગ અલગ અરજી પર એક સાથે પસાર કર્યો હતો.
હાઇકોર્ટ જણાવ્યું હતું કે, પોલીસ ફોર્સ એક અનુસાસિત ફોર્સ હોવું જોઇએ અને લો ઇન્ફોર્સમેન્ટ એજન્સી હોવાના કારણે તેની છબી પણ સેક્યુલર હોવી જોઇએ, કોર્ટે કહ્યું હતું કે, પોતાના એસએસઓની ચેતવણી છતા દાઢી ન કરાવીને અરજદારે તેની અવમાનના કરી છે