– અસ્થાનાની નિમણૂક સામે બે પીઆઇએલ
– હાઇકોર્ટમાં થયેલી અરજી સુપ્રીમમાં થયેલી અરજીની નકલ,સ્વિકારશો નહીં : કેન્દ્રની કોર્ટમાં દલીલ
નવી દિલ્હી : દિલ્હી હાઇકોર્ટમાં રાકેશ અસૃથાનાને દિલ્હીના પોલીસ કમિશનર બનાવવા સામે અરજી થઇ છે.જેમાં કેન્દ્ર સરકારે અસૃથાનાનો બચાવ કર્યો હતો.અને કહ્યું હતું કે દખલ દેનારાઓને રાકેશ અસૃથાનાની નિમણુંકને પડકારવાની અનુમતી ન આપવી જોઇએ.આ સમગ્ર મામલે હાઇકોર્ટે બાદમાં કેન્દ્રને જવાબ આપવા નોટિસ પાઠવી હતી.
દિલ્હી હાઇકોર્ટમાં દલીલ વખતે સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે આ કોઇ જંતર મંતર કે રામલીલા મેદાન નથી.કોઇ પણ દખલ દેનારાઓને રાકેશ અસૃથાનાની નિમણુંકને પડકારવાની અનુમતી ન આપવી જોઇએ.હાલ હાઇકોર્ટમાં રાકેશ અસૃથાનાની નિમણુંક સામે બે અરજીઓ થઇ છે જેમાં એક સાદરે આલમ અને બીજી એક એનજીઓ દ્વારા કરાઇ છે. સોલિસિટર જનરલે બન્ને અરજીઓ અને તેમાં થયેલી માગણીનો વિરોધ કર્યો હતો.
દિલ્હી હાઇકોર્ટે આ પીઆઇએલને લઇને રાકેશ અસૃથાના અને કેન્દ્ર સરકારને નોટિસ પાઠવી હતી, હવે આ મામલે આગામી આઠમી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.તુષાર મેહતાએ દાવો કર્યો હતો કે દિલ્હી હાઇકોર્ટમાં જે અરજી કરવામા આવી છે તે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીની કોપી છે. એટલે કે નકલ કરવામાં આવી છે.
બાદમાં મેહતાએ હાઇકોર્ટને જવાબ આપવા માટે થોડો વધુ સમય માગ્યો હતો.જોકે સુપ્રીમ કોર્ટમાં એનજીઓ વતી અરજી કરનારા પ્રશાંત ભુષણે કહ્યું હતું કે મારી અરજીની કોપી કરીને હાઇકોર્ટમાં અરજી દાખલ કરાઇ છે.મારે હાઇકોર્ટમાં કોઇ દલીલ આ મામલે નથી કરવી,મારી એક અરજી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે.