અમદાવાદ : અમદાવાદમાં બીઆરટીએસમાં પેસેન્જરના કિંમતી સામાનની ચોરીના બનાવો વધી રહ્યા છે,ઓઢવમાં રહેતા પોલીસ જવાનની પત્નીનું સોનાના દાગીના તથા રોકડ સહિત રૃા.૯૩ હજાર ભરેલું પર્સ બીઆરટીએસમાં ચોરાયું હતું.જેમાં મણિનગરથી બેસીને ઓઢવ ગયા બાદ પુત્રને ફોન કરતા પર્સ ચોરાયાની ખબર પડી હતી.આ બનાવ અંગે ઓઢવ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે ઓઢવમાં અંબિકાનગર ખાતે જેશલપાર્ક સોસાયટીમાં રહેતા અને અમદાવાદ શહેરમાં પાલીસ ખાતામાં નોકરી કરતા રાજેશભાઇ તિવારીના પત્ની સુનીતાબહેન તિવારી(ઉ.વ.૪૫)એ ઓઢવ પાલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવી છે કે તા.૬ના રોજ તેઓ કાલુપુર રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને પિતાના ઘરે નવસારી ગયા હતા.ત્યાંથી બીજા દિવસે પરત આવ્યા હતા અને મણિનગરથી ઉતરીને બીઆરટીએસમાં બેસીને ઓઢવ ગયા હતા.
ઓઢવ ફાયર બ્રિગેડ પાસેના બસ સ્ટેન્ડે ઉતર્યા બાદ પોતાના પુત્રને ફોન કરવા મોબાઇલ ે લેવા માટે પર્સમાં તપાસ કરતા સોનાના રૃા.૯૦ હજારના દગીના તથા રોકડા રૃા.૩૦૦૦ મળી કુલ રૃા.૯૩ હજારની મત્તા ભરેલા પર્સની ચોરી થઇ હોવાની જાણ થઇ હતી જેને લઇને મહિલાની ફરિયાદ આધારે ઓઢવ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


