બારડોલી : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલીના ભૂરી ફળિયાનો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાંસફોડા વિદેશ દારૂના ગુનામાં પકડાયા બાદ જામીન ઉપર છૂટતા તેણે કારમાં સરઘસ કાઢી જાહેરનામાનો ભંગ કર્યો હતો.જે ગુનામાં વોંટેડ આરોપીને એલસીબી પોલીસે કડોદરા બાલાજી નગર નજીકથી ઝડપી પાડ્યો છે.
પ્રાપ્ત માહિતી મુજબ પલસાણા તાલુકાનાં અંત્રોલી ગામે આવેલ ભૂરી ફળિયામાં રહેતો લિસ્ટેડ બુટલેગર ઈશ્વર રમેશ વાંસફોડા અગાઉ વિદેશી દારૂના ગુનામાં વોંટેડ હોય જેને પોલીસે ઝડપી પાડ્યો હતો.ત્યારબાદ આ બુટલેગર જામીન પર છૂટ્યા બાદ 2021ના વર્ષમાં વિજય રમેશ વાંસફોડા,પ્રકાશ રમેશ વાંસફોડા,મહેશ સોમા વાંસફોડા નાઓએ તેના સાગરીતો સાથે ફોર વ્હીલ કારમાં જાહેરમાં સરઘસ કાઢી જાહેરનામાનો ભંગ કર્યો હતો.આ ગુનામાં પોલીસે ઈશ્વર વાંસફોડા,વિજય વાંસફોડા,પ્રકાશ વાંસફોડા,મહેશ સોમા વાંસફોડા તથા અન્ય શખ્સોને ઝડપી પાડ્યા હતા.જ્યારે મહેશ ડાહ્યાભાઈ વાંસફોડાને વોંટેડ જાહેર કર્યો હતો.ત્યારબાદ સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમીના આધારે વોંટેડ મહેશ ડાહ્યા વાંસફોડાને કડોદરા બાલાજીનગર તરફ જવાના રસ્તા ઉપરથી ઝડપી પાડ્યો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.