કેન્દ્ર સરકારના થિન્ક ટેન્ક નીતી આયોગ હવે જંગલોને પુનજીર્વીત કરવા માટે પબ્લીક-પ્રાઇવેટ પાર્ટનર રિલી (પીપીપી) મોડલ લાગુ કરશે.જાણકારોના જણાવ્યા મુજબ પ્રાકૃતિક જંગલોને બચાવો અને વનરોપણ કાર્યક્રમ માટે આયોગ પ્રાઇવેટ કંપનીઓની સાથે કરાર કરવા અંગે યોજના તૈયાર કરી રહયું છે.
નીતી આયોગના એક પ્રેજન્ટેશનમાં જણાવ્યું છે કે હાલ દેશમાં ચાલુ રહેલા વનીકરણ કાર્યક્રમોના કોઇ અસરકારક પ્રભાવ પડયો નથી.તેથી આ ક્ષેત્રમાં પણ હવે પીપીપી મોડલ લાગુ કરવાની જરૂરીયાત છે જેથી રોકાણને વધારી શકાય અને ક્ષમતા અને મેન પાવરને સાથે વનીકરણ આધુનિક ટેકનીક લાવવામાં આવે.
જણાવામાં આવી રહયું છે કે જે ક્ષેત્રોમાં પીપીપી મોડલ લાગુ કરવામાં આવશે. તેમાં લાકડા અને લાકડા રહીત જંગલી વસ્તુઓમાંથી તૈયાર કરેલા ઉત્પાદનો, ઇકોકેપીંગ, ઓર્ગેનીક ખેતી જેવા ક્ષેત્રો સામેલ છે.
જંગલોમાં પીપીપી મોડલ લાગૂ કરવાની યોજના
નીતિ આયોગે એક પ્રેઝેંટેશનમાં બતાવ્યુ હતું કે,હાલમાં દેશમાં રહેલા વનીકરણ કાર્યક્રમોમાં ખાસ પ્રભાવ પડતો નથી.એટલા માટે આ વિસ્તારોમાં પીપીપી મોડલ લાગૂ કરવાની જરૂર છે.જેથી રોકાણમાં વધારો થઈ શકે અને ક્ષમતા તથા મેનપાવરની સાથે વનીકરણમાં આધુનિક ટેકનોલોજી લાવી શકાય.
કંપનીઓની સંખ્યા વધશે, ભાગીદારી વધશે
કહેવાય છે કે,જે જગ્યાએ પીપીપી મોડલ લાગૂ કરવામાં આવશે ત્યાં લાકડા અને લાકડા વગરની વસ્તુઓ તૈયાર કરી ઉત્પાદન,ઈકો કૈંપિંગ,ઓર્ગેનિક ખેતી જેવી વસ્તુઓ સામેલ કરાશે.નિયમો મુજબ વનીકરણમાં અત્યાર સાર્વજનિક કંપની અને કોઓપરેટિવ પીએસયુ, રાજ્ય સરકાર અંતર્ગત આવતા વન વિકાસ નિગમ,ગ્રામ સભા પંચાયત,સ્વાયત જિલ્લા અને ગ્રામ વિકાસ બોર્ડ,એનજીઓ સામેલ છે.જો નીતિ આયોગ આ યોજનામાં સફળ રહી હતી,આવનારા સમયમાં પ્રાઈવેટ કંપનીઓનુ લિસ્ટ તેમાં વધી જશે.
આગામી સમયમાં મંજૂરી મળવાની શક્યતા
પર્યાવરણ મંત્રાલય તરફથી મળેલી જાણકારી મુજબ જોઈએ તો,આ યોજના માટે હજૂ ફક્ત ડ્રાફ્ટ જ બન્યો છે.સરકારે આ નીતિ માટે પ્રારૂપ તૈયાર કર્યુ નથી. મંત્રાલય મુજબ આ યોજનાના આ મહિને રજૂ કરી શકાય છે,પણ ટેકનીક ખામીના કારણે તેને રજૂ કરી શક્યા નહીં.