સાપુતારા : ગિરિમથક સાપુતારા ખાતે ચોમાસાની શરૂઆત થતાંજ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા શનિ રવિની વિકેન્ડમાં ચિક્કાર જન શૈલાબ ઉમટી જતા હોટલો હાઉસફુલ થઈ જવા પામી હતી.કુદરતી સૌંદર્ય થી ભરપૂર એવા રાજ્યના એકમાત્ર હવાખાવાનું સ્થળ સાપુતારા ચોમાસાની ઋતુમાં પ્રકૃતિ ખીલી ઉઠે છે.સાપુતારા ના ટેબલ પોઈન્ટ,સનરાઈઝ પોઇન્ટ,સનસેટ પોઇન્ટ,નૌકાવીહાર,સહિત વિવિધ એડવેન્ચર એક્ટિવિટી ને પગલે પ્રવાસીઓમાં ધરખમ વધારો જોવા મળ્યો છે.માર્ગો ઉપર તેમજ પાર્કિંગમાં વાહનોનો ખડકલો થઈ જતા ટ્રાફિક જામ ના દ્રશ્યો સર્જાયા હતા


