અમદાવાદ : પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો અને કોંગ્રેસ સાથે છેડો ફાડનારા પાટીદાર નેતા હાર્દિક પટેલ ધારણા મુજબ હવે ભાજપમાં સામેલ થયા છે.હાર્દિક પટેલ આજે કમલમમાં કેસરિયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં સામેલ થાય છે.ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટિલ તેમજ અન્ય નેતાઓની હાજરીમાં હાર્દિક પટેલ ભાજપમાં જોડાયો છે.પાટીદાર આંદોલનથી રાજ્યના રાજકારણમાં મોટી ભૂમિકાએ પહોંચનાર અને થોડા દિવસ પહેલા જ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષપદેથી રાજીનામું આપનાર હાર્દિક પટેલે કોંગ્રેસનો હાથ છોડી ભાજપને સાથ આપવાનું મન બનાવ્યું છે.એવો પણ દાવો થઇ રહ્યો છે કે હાર્દિક આગામી દિવસોમાં સોમનાથથી ગુજરાતમાં એકતા યાત્રા શરૂ કરે એવી શક્યતા છે.આ યાત્રા થકી તે સમગ્ર ગુજરાતમાં વિવિધ લોકોને સાથે જોડવા માંગી રહ્યો છે.
પાટીદાર અનામત આંદોલનના નામે નેતા બનેલાં હાર્દિક પટેલ હવે ભાજપમાં જવા ઉત્સુક બન્યો છે ત્યારે સોશિયલ મિડીયામાં લોકો સવાલ ઉઠાવી રહ્યા છેકે,ભાજપે મને રૂ.1200 કરોડની ઓફર કરી હતી તેવુ કહેનારાં હાર્દિક પટેલે અત્યારે કેટલાં લીધા હશે.ભાજપ સાથે શું ડીલ કરી છે.એવી ય કોમેન્ટ કરાઇ છે કે,અનામત આંદોલન વખતે ગુજરાતને ભડકે બાળનારાંને કેવી રીતે માફ કરી શકાય.લોકોએ હાર્દિક પટેલને સેક્સ સીડી કાંડ યાદ દેવડાવી એવી ય કોમેન્ટ કરી છે કે,તા.2 જૂને સીડી કાંડ વાળા.બાબા નિરાલા,ભાજપ ભેગો થશે.
માત્ર કોમેન્ટ જ નહી,લોકો હાર્દિક પટેલના જૂના વિડીયો પણ સોશિયલ મિડીયામાં શેર કરી રહ્યા છે.એક વિડીયોમાં તો હાર્દિક પટેલ કહી રહ્યો છેકે,ઓેવેસી અને ભાજપનુ ઇલુ ઇલુ છે.હવે હાર્દિક ખુદ ભાજપ સાથે ઇલુ ઇલુ કરવા જઇ રહ્યો છે.એક વિડિયોમાં હાર્દિક પટેલ ભાજપની ટીકા કરી રહ્યો છેકે,આટલા પેપર લીક થયા,ગુજરાતમાં હજારો યુવાઓ બેકાર છે,ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે.તો ય તમને ભાજપ ગમે છે…હાર્દિક એવુ ય કહી રહ્યો છેકે,હું ભાજપમાં જાઉ તો છઠ્ઠીનું ધાવણ લાજે…એક વિડીયોમાં તો ભાજપના નેતા એવી ચેલેન્જ કરી રહયા છેકે,જો હાર્દિક પટેલ ગુજરાતની કોઇપણ બેઠક પર લડે તો ડિપોઝીટ જપ્ત થઇ જશે.



