ભારતીય જનતા પાર્ટી પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ એ જણાવ્યું હતું કે ગઈકાલે વડોદરા ખાતેના ચૂંટણી પ્રચાર દરમિયાન મુખ્યમંત્રીની તબિયત બગડતાં તેઓ ને અમદાવાદ યું એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરતાં તેઓના વિવિધ પ્રકારના રિપોર્ટ કઢાવેલ હતા તે પૈકી કોરોના રિપોર્ટ પોઝિટિવ આવેલ છે.પરંતુ તેની સ્ટ્રેન્થ નોર્મલ છે,હાલ તેઓ મેડિકલ ઓબઝર્વેશન હેઠળ છે.કોરોના સિવાય ના તમામ રિપોર્ટ નોર્મલ આવેલા છે.
વધુમાં તેમને જણાવ્યું હતું કે,પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા અને પ્રદેશ મહામંત્રી અને કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાનો કોરોના રિપોર્ટ પણ પોઝિટિવ આવતાં તેઓને પણ યુ એન મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરેલ છે તમામ ની તબિયત સારી છે રિકવરી પણ ઝડપી છે અંગે ડોક્ટરની ટીમ ના સતત સંપર્ક માં છું અને સારવાર અંગેની માહિતી મેળવી રહ્યો છું.ઓક્સિજન તથા તમામ લેવલ અત્યારે નોર્મલ છે.હું ઈશ્વર ને પ્રાથના કરું છું કે તેઓ જલ્દીથી સ્વસ્થ થઈ લોક સેવા ના કાર્યમાં જોડાઈ જાય.
ઉલ્લેખનીય છે કે,કચ્છનાં સાંસદ વિનોદ ચાવડાના પુત્રનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. પુત્રનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભુજમાં હોમ કોરોન્ટાઈન હેઠળ છે.ઉલ્લેખનીય છે કે,સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સતત રાજ્યમાં કોરોના કેસમાં મોટો ઘટાડો થઇ રહ્યો હોવાનું બહાર આવી રહ્યું છે.ત્યારે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ રાજ્યના મુખ્યમંત્રી અને અન્ય મોટા નેતાઓ કોરોનાની ઝપેટે ચઢી ચુક્યા છે.


