વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઈટનું ટ્વીટર અકાઉન્ટ હેક થઈ ગયું છે.જોકે ત્યારબાદ તરત જ બોગસ ટ્વીટસ ડિલીટ કરી દેવામાં આવ્યા.વડાપ્રધાનના પર્સનલ વેબસાઇટ અકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલા ટ્વીટ કરવામાં આવ્યા છે.ટ્વીટર અકાઉન્ટ પર એક મેસેજ લખવામાં આવ્યો છે કે,હું તમને લોકોને અપીલ કરું છું કે COVID-19 માટે બનાવવામાં આવેલા PM મોદી રિલીફ ફંડમાં ડોનેટ કરો.વધુ એક ટ્વીટમાં હેકરે લખ્યું કે,આ અકાઉન્ટ જોન વિકે હેક કરી લીધું છે. અમે Paytm મોલ હેક કર્યો નથી.જોકે હવે આ બોગસ ટ્વીટસ ડિલીટ કરી દેવામાં આવ્યા છે.
તમને જણાવી દઈએ કે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટનું જે વેરિફાઇડ ટ્વીટર અકાઉન્ટ છે,તેના 25 લાખથી વધારે ફોલોઅર્સ છે.હેકર ગ્રૂપનું નામ જોન વિક છે. 30 ઓગસ્ટે સાઈબર સિક્યોરીટી ફર્મ સાઈબલે દાવો કર્યો હતો કે,જોન વિક ગ્રૂપનો જ Paytm મોલના ડેટા ચોરીમાં હાથ હતો. Paytm મોલ યુનિફોર્મ Paytmની ઇ-કોમર્સ કંપની છે.સાઈબરે દાવો કર્યો હતો કે આ હેકર ગ્રુપે ખંડણીની માંગણી કરી હતી.જોકે Paytmએ કહ્યું હતું કે,તપાસ દરમિયાન ડેટામાં ચોરી જેવી ઘટના થઈ જ નહોતી.હેકરે COVID-19 રિલીફ ફંડ માટે ડોનેશનમાં બિટકોઇનની માંગણી કરી છે.
જુલાઈમાં એક એવી જ ઘટના સામે આવી હતી જેમાં વોરેન બફેટ, જેફ બેજોસ, બરાક ઓબામા, બિલ ગેટ્સ અને એલોન મસ્ક સહિત કેટલીક દિગ્ગજ હસ્તીઓના ટ્વીટર અકાઉન્ટ સાથે છેડછાડ કરવામાં આવી હતી.આ લોકોના ટ્વીટર અકાઉન્ટ પર ક્રિપ્ટો કરન્સી સાથે જોડાયેલી પોસ્ટ કરવામાં આવી હતી.સમાચાર એજન્સી સાથે વાતચીત કરતાં ટ્વીટરે પણ માન્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાનગી વેબસાઇટ સાથે લિન્ક અકાઉન્ટ હેક કરી લેવામાં આવ્યું હતું.
તમને મનમાં થતું હશે કે આ બિટકોઇન વળી શું છે? તો ચાલો આજે અમે તમને બિટકોઇન શું છે તે બાબતે જાણકારી આપીએ.બિટકોઇન એક રીતેની વર્ચુઅલ કરન્સી છે.એ બીજી કરન્સી જેમ કે, ડોલર, પાઉન્ડની જેમ ઉપયોગ કરી શકાય છે.ઓનલાઇન પેમેન્ટ સિવાય તેને ડોલર અને બીજી કરન્સીમાં અક્સચેંજ કરી શકાય છે.આ કોઈન બિટકોઇનના રૂપે વર્ષ 2009માં ચલણમાં આવ્યુ હતું.આજે તેનો ઉપયોગ ગ્લોબલ પેમેન્ટ માટે કરવામાં આવે છે.