– ઉત્તર પ્રદેશમાં ચૂંટણી વચ્ચે લોકોમાં કૂતુહલ
– એક સરખા ચેહરાવાળા મતદારો જોઇને ચૂંટણી અધિકારીઓ મુંજવણમાં મુકાયા,મત આપતા રોક્યા
પ્રયાગરાજ : ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો સમય ચાલી રહ્યો છે.એવામાં ઉત્તર પ્રદેશનું એક ગામ ભારે ચર્ચામાં છે.હાલ ચોથા તબક્કાનું મતદાન યોજાઇ ગયું જેમાં એક ગામમાં જુડવા લોકોની ભારે ચર્ચા છે.આ ગામમાં 1,000 લોકોની વસતી છે તેમાં 30 જુડવા છે.
ચોથા તબક્કા માટે જ્યારે મતદાન ચાલી રહ્યું હતું ત્યારે પ્રયાગરાજના મોહમ્મદપુર ઉમરી ગામમાં એક બૂથ પર વોટિંગ દરમિયાન એક અજીબ મુશ્કેલી ઉભી થઇ હતી.અહીં એક જ ચેહરા વાળા બે વખત મત આપવા આવતા ચૂંટણી કર્મચારીઓમાં આશ્ચર્ય ઉભુ થયું હતું.
આવુ એટલા માટે થયું હતું કેમ કે આ ગામમાં 30 એવા જુડવા છે કે જેનો ચેહરો એક જેવો જ છે. જેને પગલે એક પ્રકારનું કંફ્યૂજન ઉભુ થયું હતું.અહીં અમિત વિપિન નામના બે જુડવા જ્યારે મત આપવા આવ્યા ત્યારે સુરક્ષાકર્મીઓએ તેમને પકડી લીધા હતા.અગાઉ એક ભાઇને મત આપ્યો પછી બીજા ભાઇ જ્યારે મત આપવા આવ્યા ત્યારે તેમને અટકાવવામાં આવ્યા હતા કેમ કે બન્નેના ચેહરા એક જેવા જ છે.