સુરત : સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે પ્રવેશોત્સવમાં થયેલી ધમાચકડીનો મુદ્દો ઉઠતા શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે શાબ્દીક યુદ્વ છેડાયું હતું.જેમાં આપના વિપુલ સુહાગીયાએ અપશબ્દો બોલતા તે પાછો ખેંચી લઇને માફી માંગવા માટે વારંવાર કહેવા છતા તે નહી કરાતા તેમને મેયરે સભામાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.સુરત મ્યુનિ.ની આજની સામાન્ય સભામાં ઝીરો અવર્સ બાદ પ્રશ્નોતરી અને ત્યારબાદ એજન્ડાના કામો પર નિર્ણયો લેવાનું શરૃ થાય તે પહેલા શાસક પક્ષના નેતા અમિત રાજપુત દ્વારા તાજેતરમાં જ પ્રવેશોત્સવને લઇને જે ધાધલ ધમાલ થઇ હતી.તેના પર વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા કે,એક વીડીયો વાયરલ થયો હતો જેમાં વિરોધ પક્ષના સભ્યો અસભ્ય ઇશારા કરતા નજરે પડયા હતા.કેટલાકે વ્યંગ કરતા કહ્યુ હતુ કે,અમિતભાઇ કેવી રીતે કર્યા હતા તે કરી બતાવો.
તો તેમણે કહ્યુ કે આવા ઇશારા મારા ઘરના ઓપનીગ વખતે જોયા હતા.અમિત રાજપુત વ્યંગ કરવાની સાથે આજુબાજુ જોઇને મુછમાં મલકાતા પણ હતા.જેને પગલે વિપક્ષે કહ્યું કે,તમારા નેતાઓ પણ વાદરાવેડા કરતા નજરે પડયા હતા.જેને પગલે બંને પક્ષ વચ્ચે શાબ્દીક ટપાટપી થઇ ગઇ હતી.જેમાં વિપક્ષના વિપુલ સુહાગીયાએ અપશબ્દો બોલ્યા હતા.જેને લઇને શાસક પક્ષના તમામ સભ્યોએ તેઓ માંફી માંગે તેવી માંગણી કરી હતી.પણ તેમણે આ વાત અમારા પર હુમલો કરનાર માટે બોલ્યો હતો તેમ ચોખવટ કરી હતી.
કોલાહલ વધી જતા મેયરે બધા સભ્યો બેસી જાઓ,પોતાનું સ્થાન લઇ લો,વિપુલભાઇ તમારા શબ્દો પાછા ખેંચો. એમ વારંવાર ડાયર પરથી કહ્યુ ંહતું.અને વિપુલભાઇ માફી નહી માંગે તો સસ્પેન્ડ કરાશે.આ ચેતવણી વચ્ચે ચારેક વખત સભા શાંત થયા બાદ વિપુલ સુહાગીયાએ માફી માંગી નહોતી.અને એવુ બોલવા જતા હતા કે અમારા પર હુમલો કરનાર માટે..આટલા શબ્દો તેઓ બોલતા જ ફરી શાબ્દીક યુધ્ધ શરૃ થઇ ગયુ ંહતું.છેવટે માફી નહી માંગનાર વિપક્ષી સભ્યને આજની સભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.જોકે,આ મુદ્દે સાથી વિપક્ષી સભ્યોએ કોઇ વિરોધ કર્યો નહોતો.અને સભાની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી હતી.પલસાણા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડાતું હોવાની ફરિયાદ,એનજીટીમાં ફરિયાદની માંગ
જયારથી પલસાણા ઇન્ડસ્ટ્રીઝનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવાયો છે.ત્યારથી આ પ્લાન્ટમાં ટ્રીટમેન્ટ પહેલા ગ્રીન અને ટ્રીટમેન્ટ કર્યા પછી કાળુ પાણી સુરતની ખાડીઓમાં આવી રહ્યુ હોવાથી એનો ભોગ સુરતના નાગરિકો બની રહ્યા છે.અને દર ત્રણ વર્ષે એ.સી બદલવુ પડી રહ્યુ હોવાની એનજીટીમાં ફરિયાદ કરવાની આજની સામાન્ય સભામાં માંગ ઉઠી હતી.
પાલિકાની સામાન્ય સભામાં ઝીરો અવર્સ દરમ્યાન શાસક પક્ષના કોરપોરેટર દ્વારા રજુઆત કરાઇ હતી કે છેલ્લા સાત આઠ વર્ષથી જયારથી પલસાણા ઇન્ડસ્ટ્રીઝનો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બન્યો છે.ત્યારથી ત્યાંથી ટ્રીટમેન્ટ કર્યા વગરનું ગ્રીન પાણી અને ટ્રીટમેન્ટ કર્યા પછી કાળુ પાણી સુરતની ખાડીઓમાં ઠલવાઇ રહ્યુ છે.ટુકમાં ટ્રીટમેન્ટ કર્યા વગર જ ખાડીઓમાં પાણી છોડાઇ રહ્યુ છે.નાગરિકોના આરોગ્ય સાથે ચેંડા થઇ રહ્યા છે.કેટલુ ભંયકર પ્રદુષણ ફેલાઇ રહ્યુ છે જેનો નમુનો એ.સીની કોઇલ દર ત્રણ વર્ષે બદલી પડે છે.આથી ટ્રીટમેન્ટ કર્યા વગર પાણી છોડનાર સામે પાલિકા દ્વારા એનજીટીમાં ફરિયાદ કરવાની માંગ ઉઠી છે.

