નવી દિલ્હી : ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે.તેવી અટકળો ચાલી રહી છે.તેનું કારણ તે છે કે, તેઓ કોંગ્રેસનાં અંતરિમ અધ્યક્ષ (વચગાળાનાં પ્રમુખ) સોનિયા ગાંધીનાં નિવાસસ્થાને, સોનિયા ગાંધી તથા રાહુલ ગાંધીને મળ્યા હતા.તે સમયે કોંગ્રેસના એક મહામંત્રી કે.સી. વેણુગોપાલ પણ ઉપસ્થિત હતા.પ્રશાંત કિશોર અત્યારથી જ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવવા માટે રણનીતિ ઘડવાની શરૂઆત કરી દીધી છે.આ પૂર્વે પણ મંત્રણાના કેટલાક દોર યોજાયા હતા.તે સમયે બંને વચ્ચે કેટલાક મતભેદો રહ્યા હતા.તેવું કહેવાનું હતું પરંતુ આ અફવાઓને કોંગ્રેસે જ રદિયો આપ્યો છે. ્ત્યારે તો આ વર્ષના અંતે ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી ઉપર સૌથી વધુ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.તે સાથે ૨૦૨૪ની ચૂંટણી વિષે પણ ચર્ચા થઈ હતી.આમ છતાં પ્રશાંત કિશોર આ તબક્કે તો ગુજરાત ઉપર જ લક્ષ્ય કેન્દ્રિત કરવા સલાહ આપી છે.સૂત્રો જણાવે છે કે હજી સુધી તો પી.કે. કોંગ્રેસન સલાહકાર તરીકે જ રહ્યાં છે.પરંતુ હવે તેઓ કોંગ્રેસમાં જોડાઈ જાય તેવી સંભાવના પણ નકારી શકાય તેમ નથી.જો કે પી.કે. તરીકે ઓળખાતા પ્રશાંત કિશોર થોડા સમય પૂર્વે રાહુલ ગાંધી ઉપર જાહેરમાં કટાક્ષ કર્યો હતો તે અલગ વાત છે, તેમ છતાં પાર્ટીએ (કોંગ્રેસે) પરાજય પછી વાતચીત દ્વારા સમાધાન પર આવવાની તૈયારી દર્શાવી છે.આથી એક સંભાવના તેવી પણ દેખાય છે કે બંને પક્ષો વચ્ચેની આ બીજા રાઉન્ડની બેઠક પણ નિરર્થક બની રહે તેમ છે.

