બારડોલી : સુરત જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન 2022ના શુભારંભ સંદર્ભે એક મહત્વની બેઠક બારડોલી તાલુકાનાં સાંકરી સ્વામિનારાયણ મંદરી ખાતે 17મી જૂન,શુક્રવારના રોજ સવારે 9.30 કલાકે યોજાનાર છે.ગુજરાત વિધાન સભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકરોમાં ઉત્સાહ જાળવી રાખવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.ગત વર્ષે જિલ્લાની 9 તાલુકા પંચાયત,4 નગરપાલિકા અને જિલ્લા પંચાયત પર ભગવો લહેરાવ્યા બાદ આ વખતે જિલ્લામાં તમામ સાત વિધાનસભા બેઠક જીતવાના લક્ષ્યાંક સાથે જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઇના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે.
ત્યારે વિધાનસભામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રીતે કરી શકાય તેના માર્ગદર્શનના હેતુથી ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોલિયમ મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને તેમજ સુરત જિલ્લા ભાજપના પ્રભારી ભરતભાઇ રાઠોડ અને પ્રમુખ સંદીપભાઈ દેસાઇની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાશે.બેઠકમાં પ્રાથમિક સદસ્યતા અભિયાન અંગે ચર્ચા કરી ઉપસ્થિત અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવશે.આ ઉપરાંત બૂથ સશક્તિકરણ,ચૂંટણી નિધિ,વૃક્ષારોપણ અભિયાન,અલ્પકાલિન વિસ્તારક યોજના,21મી જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણી વગેરે કાર્યક્રમો અંગે પણ બેઠકમાં વિસ્તારથી ચર્ચા કરવામાં આવનાર હોવાનું જિલ્લા પ્રમુખ સંદીપભાઈ દેસાઇએ જણાવ્યુ હતું.
બેઠકમાં જિલ્લાના સાંસદ,ધારાસભ્યો,જિલ્લા કાર્યકારી જુથ,જિલ્લામાં રહેતા પ્રદેશ કારોબારી અને આમંત્રિત સભ્યો,પ્રદેશ મોરચાના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો,સુરત જિલ્લા ભાજપ સંગઠનના પદાધિકારીઓ અને કારોબારી સભ્યો,જિલ્લાના વિવિધ મોરચાના પ્રભારીઓ તેમજ મંડળના પ્રભારીઓ,જીલાના વિવિધ મોરચાના પદાધિકારીઓ,કારોબારી સભ્યો,જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકના પદાધિકારીઓ અને સભ્યો,જિલ્લાના વિવિધ સેલના કન્વીનર્સ અને સહકન્વીનર્સ,જિલ્લા આઈ.ટી./સોશ્યલ મીડિયા સેલની ટીમ,તમામ મંડળના પદાધિકારીઓ,મંડળના તમામ મોરચાના પદાધિકારીઓ,મંડળના આઈ.ટી.સેલ/સોશ્યલ મીડિયા/મીડિયા સેલની ટીમને ઉપસ્થિત રહેવા માટે જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશ પટેલ,જગદીશ પારેખ અને દિપક વસાવાએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યુ હતું.