દેશના પ્રિન્ટ મીડિયા પર કેન્દ્ર સરકાર દ્વારા રીતસરનો સિતમ કરવામાં આવી રહ્યો છે અને કેન્દ્ર સરકારના તમામ લોકલક્ષી પગલા ઓને મીડિયા દ્વારા સતત અને મજબૂત ટેકો આપવા છતાં પ્રિન્ટ મીડિયા ને તબક્કાવાર પતાવી નાખવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી અફસોસની લાગણી દેશના પબ્લિશર માં દેખાઈ રહી છે.
છેલ્લા ત્રણ માસમાં ન્યુઝ પ્રિન્ટના ભાવમાં 20 ટકા જેટલો રાક્ષસી વધારો કરી દેવામાં આવ્યો છે અને તેમ કરીને ન્યુઝ પ્રિન્ટ ને એટલી બધી મોંઘી કરી દેવામાં આવી છે કે અખબારો ચલાવવામાં તકલીફ પડે.દેશના તમામ પબ્લિશર્સ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ આ બાબતે ભારે આક્રોશ સાથે રજૂઆત કરવામાં આવી છે અને કસ્ટમ ડ્યુટીમાં નોંધપાત્ર ઘટાડો કરવાની ભાર પૂર્વક માગણી કરવામાં આવી છે. બજેટમાં નિર્મલા સીતારમન નું મન નિર્મળ થાય છે કે વધુ કાતિલ બને છે તેના તરફ દેશભરના લોકોની નજર મંડાઇ છે.સામાન્ય રીતે તો એમ માનવામાં આવે છે કે વડાપ્રધાન ઈશારો ન કરે ત્યાં સુધી નિર્મલા સીતારમણ આ બાબતમાં કોઈ રાહતરૂપ પગલું ભરવાના નથી.દેશની ચોથી જાગીર ને હળવે હળવે પતાવી દેવાના કાવતરા બંધ થાય તે જરૂરી છે.