By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં મળી ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંગે
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં મળી ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંગે
GeneralNational

પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં મળી ગર્ભપાતની મંજૂરી, જાણો કોર્ટના ઐતિહાસિક નિર્ણય અંગે

HM News
Last updated: 18/02/2022 9:42 AM
HM News
3 years ago
Share
SHARE

કોલકાતા, તા. 18 ફેબ્રુઆરી, 2022, શુક્રવાર : કોલકાતા હાઈકોર્ટે ગર્ભપાત સાથે સંકળાયેલા એક કેસમાં ઐતિહાસિક નિર્ણય સંભળાવ્યો છે.કોર્ટે પ્રેગ્નેન્સીના 35મા સપ્તાહમાં 36 વર્ષીય ગર્ભવતી મહિલાને ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી છે.દેશમાં પ્રથમ વખત કોઈ કોર્ટે 35 સપ્તાહની ગર્ભાવસ્થાને ખતમ કરવાની મંજૂરી આપી છે.કોર્ટે ગુરૂવારે આ મામલે નિર્ણય સંભળાવ્યો હતો.મહિલા અને તેના પતિએ ગર્ભપાત માટે કોર્ટમાં અરજી કરી હતી.

ન્યાયમૂર્તિ રાજશેખર મથાની અધ્યક્ષતાવાળી પીઠે પોતાના આદેશમાં કહ્યું કે,મહિલા રાજ્ય સરકાર દ્વારા સંચાલિત SSKM હોસ્પિટલના ડોક્ટર્સની ટીમ પાસે ગર્ભપાત કરાવી શકે છે.પરંતુ ગર્ભપાત દરમિયાન કોઈ પણ પ્રકારની જટિલતા આવે તો તેની જવાબદારી મહિલાની રહેશે.

કોર્ટે આ મામલે SSKM હોસ્પિટલના ડોક્ટર્સની એક ટીમની રચના કરી હતી.ટીમે મહિલાની તપાસ કરીને કોર્ટ સમક્ષ મેડિકલ રિપોર્ટ રજૂ કર્યો હતો.રિપોર્ટમાં જણાવાયું હતું કે,કોઈ પણ સંજોગોમાં બાળકની સામન્ય ડિલિવરી નહીં કરાવી શકાય. મેડિકલ બોર્ડે રિપોર્ટમાં એમ પણ કહ્યું હતું કે,જો કોઈ પણ રીતે બાળક જન્મ પણ લેશે તો પણ તે સામાન્ય જિંદગી નહીં જીવી શકે. 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નહીં

અગાઉ 4 જાન્યુઆરી, 2022ના રોજ દિલ્હી હાઈકોર્ટે પણ આ પ્રકારનો નિર્ણય સંભળાવ્યો હતો. દિલ્હી હાઈકોર્ટે 28 સપ્તાહની પ્રેગ્નેન્સીના ગ્રભપાત માટે મંજૂરી આપી હતી.ભ્રૂણની ગંભીર અસામાન્યતાઓના કારણે તેવો નિર્ણય આપવામાં આવ્યો હતો.આવી અસામાન્યતાઓ સાથે જન્મતા નવજાતે અનેક સર્જરીઓમાંથી પસાર થવું પડે છે જે ખૂબ પીડાદાયક હોય છે.

હકીકતે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નેન્સી (MTP) એક્ટ પ્રમાણે 24 સપ્તાહ બાદ ગર્ભપાતની મંજૂરી નથી મળતી.

ગુજરાતમાં કોરોના વિસ્ફોટ : એક દિવસમાં રેકોર્ડ 17,119 કેસ
હરિયાણામાં ટ્રેન 2 વર્ષના બાળક પરથી પસાર થઈ ગઈ છતાં આંચ ન આવી
International Tiger Day 2020 : વિશ્વ વાઘ દિવસ પર જાણો કેટલાક રસપ્રદ તથ્યો…
લેટરબોમ્બ બાદ MLA પટેલ રાજકોટ પોલીસના તોડની એક ડઝન ફરિયાદ સાથે ગૃહમંત્રીને મળશે, હું CM પાસે આકરાં પગલાં લેવાની માગ કરીશ : MP મોકરિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ટ્વીટર અકાઉન્ટ હેક, હેકરે કરી આ માંગ
Share This Article
Facebook Email Print
Previous Article 1,100 પોર્શ, બેન્ટલી સહિત અન્ય લક્ઝરી કાર વહન કરતુ ફેલિસિટી એસ જહાજ એટલાન્ટિકમાં સળગી રહ્યુ છે
Next Article રણજી ટ્રોફી : આ ક્રિકેટરે ડેબ્યુ મેચમાં જ ત્રેવડી સદી ફટકારી રચ્યો ઈતિહાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up