બંગાળ ચૂંટણીના વધતા ગરમાવ વચ્ચે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની મુશ્કેલીઓ વધી રહી છે.હવે આમાં એક નવો કિસ્સો સામે આવ્યો છે.સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) એ પશ્ચિમ બંગાળના સીએમના ભત્રીજા અભિષેક બેનર્જી અને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીને સમન્સ જારી કર્યું છે.
મળતી માહિતી મુજબ,કોલસાની દાણચોરીના કેસમાં પૂછપરછ માટે સમન્સ સાથે સીબીઆઈની ટીમ રવિવારે કોલકાતા પહોંચી હતી.ટીમે અભિષેક બેનર્જીના નિવાસ સ્થાને પુછપરછ શરુ કરી.આ પહેલીવાર છે જ્યારે સીબીઆઈએ ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને કોલસાની દાણચોરી મામલે પૂછપરછ કરવા સમન્સ બહાર પાડ્યું છે.
કેન્દ્રીય તપાસ બ્યુરો (સીબીઆઈ)એ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમુલ કોંગ્રેસના પ્રમુખ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીને સમન જારી કર્યું છે.સીબીઆઈની એક ટીમ રવિવારે કોલ સ્મગલિંગ મામલે પૂછપરછને લઈને સમન્સ આપવા માટે કોલકત્તામાં અભિષેક બેનર્જીના ઘર સુધી પહોંચી ગઈ છે.નોટીસ મુજબ આગામી 24 કલાકમાં જ તેમની પૂછપરછ કરાશે.
ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીની થશે પૂછપરછ
આ પ્રથમ વખત છે જ્યારેસીબીઆઈએ કોલસા તસ્કરીની ઘટનામાં પૂછપરછ કરવા માટે ટીએમસી સાંસદ અભિષેક બેનર્જીને સમન્સ જારી કર્યું છે.જણાવી દઈએ કે ટીમ દક્ષિણ 24 ગપરગણાના ડાયમંડ હાર્બર વિસ્તારથી તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જીની પણ પૂછપરછ કરશે.સીબીઆઈએ પહેલેથી જ અભિષેક બેનર્જીના નજદીકીઓ વિરુધ છાપેમારી કરી રહી છે. 31 ડિસેમ્બર 2020ના કોલકત્તામાં તૃણમૂલ યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી વિનય મિશ્રાના ઘરો ઉપર છાપેમારી કરી હતી.આ રેડ મવેશી ચોરી કૌભાંડને લઈને કરાઈ હતી.
વિધાનસભા ચૂંટણી અગાઉ બંને પક્ષે થઈ રહી છે નિવેદનબાજી
આ પહેલાં ગૃહમંત્રી અમિત શાહને પણ માનહાનિના કેસમાં કોર્ટ દ્વારા સમન મોકલાયું છે.બંગાળમાં એપ્રિલ મેમાં થનારા વિધાનસભા ચૂંટણીમાં ભાપજા અને ટીએમસીમાં નિવેદનબાજી તેજ બની રહી છે.અમિતશાહે મમતા અને અભિષેક પર કટાક્ષ કર્યો હતો.તો મમતાએ પણ શાહને ખુલ્લી ચેતવણી આપી હતી.દમ હોય તો મારા ભત્રીજાની વિરુદ્ધ ચૂંટણી લડીને બતાવે.મારી સાથે લડવાની વાત કરે.હું તો કહું છું શાહ પણ તેમના દિકરાને રાજનીતિમાં લઈ આવેતે પણ મારો ભત્રીજો જ છે.