કોલકતા: પ.બંગાળમાં યોજાઈ રહેલી ધારાસભા ચૂંટણી માટે આજે તૃણમુલ કોંગ્રેસ પક્ષે તેના 291 ઉમેદવારોની જાહેરાત કરી છે તેમાં મુખ્યમંત્રી મમતા બેનરજી તેમની અગાઉની જાહેરાત મુજબ નંદીગ્રામથી જ ચૂંટણી લડશે અને તેમની પરંપરાગત ભવાનીપુર બેઠક પર પક્ષના શોભન મુખરજીને ચુંટણી વડાએ આજે એક પત્રકાર પરિષદમાં સુશ્રી બેનરજીએ પક્ષના ઉમેદવારોની યાદી મળશે.જયારે ત્રણ બેઠક પક્ષના સહયોગી માટે છોડી છે.
મમતાએ જાહેર કર્યુ કે પક્ષે 50 મહિલાઓને ટિકીટ આપી છે અને 100 નવા ચહેરા સામેલ છે.બીજી તરફ સંકેટ મળ્યા છે કે તૃણમુલ કોંગ્રેસના 10 ધારાસભ્યો હજુ ભાજપ સાથે જોડાઈને ચૂંટણી લડી શકે છે.તૃણમુલને નિર્ણાયક ફટકો મારવા ભાજપની ચાલ તૈયાર છે.આજે ભાજપના ઉમેદવાર નિશ્ર્ચિત કરવા પક્ષના પાર્લીયામેન્ટ્રી બોર્ડની બેઠક મળનાર હતી તે પણ પાછી ઠેલાઈ છે.મમતાના પક્ષ તરફથી ડિરેકટર મનોજ તિવારીને પણ ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે.