બારડોલી : કોરોનાને લઈ સુપ્રીમ કોર્ટના હુકમને આધારે કાચા કામના આરોપીને વચગાળાના જામીન ઉપર છોડવામાં આવ્યો હતો.જોકે તે સમયસર હાજર ન થઈ નાસતો ફરતો હતો.જેને સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમે માંગરોળ ખાતે તેના ઘરેથી ઝડપી પાડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને સંયુક્ત રીતે બાતમી મળી હતી કે વર્ષ 2020માં કોરોના મહામારીને લઈ સુપ્રીમ કોર્ટના હુકમના આધારે લાજપોર જેલ ખાતેથી કાચા કામના આરોપીઓને વચગાળાના જામીન ઉપર મુક્ત કરેલ અને જે પૈકી કાચાકામનો આરોપી ગોવિંદભાઈ દેવજીભાઇ રાઠોડ (રહે, ધોળીકુઇ, તા-માંગરોળ) જે પરત લાજપોર જેલ ખાતે હાજર ન થઈ નાસતો ફરતો હતો.અને તે હાલ તેના ઘરે આવેલ છે.જે હકીકતના આધારે એલસીબી તેમજ પેરોલ ફર્લો સ્કોડની ટીમે ગોવિંદ રાઠોડને તેના ઘરેથી ઝડપી પાડી તેને લાજપોર જેલ ખાતે મોકલી આપ્યો હતો.


