સુરત : કુખ્યાત સજ્જુ કોઠારી સામે ફરિયાદ પરત લેવા ગોરાટ રોડ પર ઘરમાં ઘૂસીને ધમકી આપી રૃા.2.50 લાખ માંગ્યા હતા સજ્જુ કોઠારી વિરુધ્ધની ફરિયાદ પરત ખેંચવા તથા કોર્ટ કેસ માટે થયેલા ખર્ચના નાણાં વસુલવા ફરિયાદીના ઘરમાં ઘુસી ધાકધમકી આપવાના કેસમાં આરોપી અશરફ કોઠારીની આગોતરા જામીનની માંગને આજે એડીશ્નલ સેશન્સ જજ દિલીપ મહીડાએ નકારી કાઢી છે.
ગોરાટ રોડ સ્થિત મલબાર હિલ્સમાં રહેતા ફરિયાદી સોહેલ અહમદ મન્સુરે નાનપુરા જમરૃખ ગલીમાં રહેતા કુખ્યાત સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારી વિરુધ્ધ રાંદેર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.જેથી હાલમાં જેલવાસ ભોગવતા આરોપી સાજીદ ઉર્ફે સજ્જુ કોઠારીના સાગરિત આરોપી અશરફ કોઠારી,અસગર બાગવાલા,અહદ બાગવાલા,આરીફ કોઠારી વગેરેએ તા.26મી એપ્રિલના રોજ સજ્જુ કી મેટર મે સમાધાન કરને આયે હૈ એમ કહીને ફરિયાદીના ઘરમાં ઘૂસી ગયા હતા અને ફરિયાદ ખેચવા ધમકી તેમજ કોર્ટ કાર્યવાહીના ખર્ચ પેટે રૃા.2.50 લાખ નહી આપે તો ઘરમાંથી બહાર નીકળવું ભારે પડી જશે એવી ધમકી આપી હતી.
રાંદેર પોલીસમાં નોંધાયેલી ફરિયાદ બાદ ધરપકડથી બચવા આરોપી અશરફ કાદર કોઠારી(રે.હંઝર એપાર્ટમેન્ટ,બડેખાં ચકલા)એ આગોતરા જામીન માંગ્યા હતા જેમાં 69 દિવસ બાદ કરેલી ફરિયાદ ફેબ્રિકેટેડ હોવા સહિતની રજૂઆતો કરી હતી.જેના વિરોધમાં એપીપી વિશાલ ફળદુએ જણાવ્યું હતું કે આરોપી સામેના ગુનાની તપાસ હજુ પ્રારંભિક તબક્કામાં છે.આરોપી તથા સહ આરોપીઓથી ભયભીત થઈને ફરિયાદીએ જે તે સમયે ફરિયાદ આપી નહોતી.આરોપી ગુનાના સ્થળે હાજર હોઈ સક્રીય સંડોવણી હોવાનો ઈન્કાર કરી શકાય તેમ નથી.સહઆરોપી ઓ વિરુધ્ધ સુરતના જુદા જુદા પોલીસ મથકોમાં ૨૩ જેટલા ગુના નોંધાયા છે.

