મુંબઈ : અગ્નિ સુરક્ષાના નિયમોનું પાલન નહિં કરનારી ખાનગી હોસ્પિટલોને ભારે પડશે.મુંબઈની વિવિધ વિસ્તારની લગભગ ૨૪ જેટલી ખાનગી હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવાનો નિર્ણય મુંબઈ અગ્નિશમન દળે લીધો છે.અગ્નિ સુરક્ષા નિયમોની પૂર્તતા કરવા માટે આ હોસ્પિટલોને ૧૨૦ દિવસની મુદત આપવામાં આવી હતી.આ સમયમાં તે પૂર્ણ ન કરતાં કાર્યવાહી કરાશે.ગત વર્ષે જાન્યુઆરીમાં વિદર્ભ ભંડારા જિલ્લામાં શાસકીય હોસ્પિટલમાં ભીષણ આગ લાગી હતી. તેમાં ૧૦ બાળકો મૃત્યુ પામ્યા હતા.જ્યારે માર્ચ ૨૦૨૧માં ભાંડુપ ખાતે ડ્રીમ મોલમાં લાગેલી આગની જવાળા છે કે ત્રીજા માળે આવેલી સનરાઈઝ કોરોના હોસ્પિટલ સપડાઈ હતી.આ દુર્ઘટનામાં ૧૧ જણે જીવ ગુમાવ્યો હતો.આ દુર્ઘટના બાદ મુંબઈની હોસ્પિટલો સામે અગ્નિશમન દળે આકરી તાવણી શરુ કરી હતી.પાલિકાના સભાગૃહ તેમજ વિધાનસભા અધિવેશનમાં હોસ્પિટલની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો.આ પાર્શ્વભૂમિ પર અગ્નિશમન દળ તરફ નવેમ્બર ૨૦૨૧માં ખાનગી અને સરકારી એમ કુલ મળીને ૧૩૨૪ હોસ્પિટલની ચકાસણી કરી હતી.ત્યારબાદ અગ્નિ સુરક્ષા કાયદો ૨૦૦૬ અનુસાર અગ્નિ પ્રતિબંધક ઉપાય યોજનાનું પાલન ન કરનારી ૬૬૩ હોસ્પિટલોને નોટીસ મોકલાવી હતી.આ હોસ્પિટલો પૈકી ૨૪ હોસ્પિટલોમાં અગ્નિશમન મંત્રણાઓની ફરી દૂર કરવાના પગલા લીધા ન હતા.આથી આ હોસ્પિટલો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.એમ અગ્નિશમન દળના ચીફ ફાયર ઓફિસર હેમંત પરબે જણાવ્યું હતું.


