By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ફિલિપાઈન્સના શેરબજાર સહિતનાં નાણાં બજારોને તાળાં મારવાનો આદેશ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ફિલિપાઈન્સના શેરબજાર સહિતનાં નાણાં બજારોને તાળાં મારવાનો આદેશ
GeneralInternational

ફિલિપાઈન્સના શેરબજાર સહિતનાં નાણાં બજારોને તાળાં મારવાનો આદેશ

HM News
Last updated: 18/03/2020 7:09 AM
HM News
5 years ago
Share
SHARE

સ્પેન, ઈટાલી અને ફ્રાન્સના સત્તાવાળાઓ દ્વારા બજારના કડાકા રોકવા શોર્ટ સેલિંગ પર નિયંત્રણ લાદવા કવાયત હાથ ધરી છે

નવી દિલ્હી, તા.૧૮: કોરોના વાઈરસની પ્રતિકૂળતા પ્રબળ બનવા સાથે વૈશ્વિક મંદીનો માહોલ પ્રબળ બનતા વિશ્વભરના શેરબજારોમાં ગભરાટ ફેલાતા ફિલિપાઈન્સ દેશના સત્તાવાળાઓએ શેરબજાર સહિતના તમામ ફાઈનાન્શીયલ માર્કેટને બંધ કરવાનો આદેશ આપ્યો છે.તો બીજી તરફ સ્પેન, ઈટાલી અને ફ્રાન્સના સત્તાવાળાઓ દ્વારા બજારના કડાકા રોકવા શોર્ટ સેલિંગ પર નિયંત્રણ લાદવા કવાયત હાથ ધરી છે.વૈશ્વિક સ્તરે વકરી રહેલી મંદીને ખાળવા હવે એક પછી એક દેશના શેરબજારોના સત્ત્।ાવાળાઓ શોર્ટ સેલિંગ પર નિયંત્રણ લાદવાનું પગલું ભરી રહ્યા હોવાનું જાણવા મળે છે.યુરોપના સ્પેન, ઈટાલી, ફ્રાન્સ જેવા દેશો જયાં કોરોના વાઈરસની વધુ અસર રહી છે અને તેના ગભરાટમાં સૌથી વધુ દ્યટેલા શેરબજારને હવે સ્થિર કરવા માટે સત્ત્।ાવાળા વધુ સક્રિય થયા હોવાના અહેવાલ મળતા હતા.પ્રાપ્ત માહિતી અનુસાર ફ્રાન્સની એએમએફે ૯૨ શેરોમાં શોર્ટ સેલિંગ પર બ્રેક મારી છે તો ઈટાલીની કોન્સોબે પણ ૨૦ કંપનીઓના શેરોના કામકાજ સ્થગિત કરી દીધા છે.જયારે બેલ્જીયમની એફએસએમએ દ્વારા આજ પ્રકારના પગલાં ભરવામાં આવ્યા છે.સ્પેનમાં તો રેગ્યુલેટર્સે છેલ્લા એક મહિનાથી જે શેરો સતત તૂટી રહ્યા છે તેમાં નવા સોદા કરવા પર પ્રતિબંધ મૂકયો હતો.જયારે ઈટાલી અને મેડ્રિડ શેરબજારના સત્તાવાળાઓએ ત્યાંના શેરબજારમાં એક દિવસનું શોર્ટ સેલિંગનું પગલું ભર્યું હતું.જેને કારણે આ માર્કેટમાં ગભરાટ વધ્યા પછી ૮-૧૦ ટકા સુધીનો ઘટાડો જોવાયો હતો અને ત્યારબાદ બેથી ત્રણ ટકા દ્યટાડા સાથે ટ્રેડ થતા હતાં.બીજી તરફ ફિલિપાઈન્સે તો શેરબજાર સહિતના ફાઈનાન્સિયલ માર્કેટને બંધ કરવાનો આદેશ આપ્યો હતો.અગાઉ કોરોના વાઈરસને કારણે ચીને જાન્યુઆરીમાં સપ્તાહથી વધુ સમયગાળા દરમિયાન શેરબજારમાં કામકાજ અટકાવ્યા હતા,જેનું અનુકરણ હવે વૈશ્વિક શેરબજાર લઈ રહ્યા છે.ફિલિપાઈન્સનું ૧૮૮ અબજ ડોલરનું માર્કેટ કેપ ધરાવતું શેરબજાર હવે ગુરૂવારે સત્તાવાર ખોલવામાં આવશે. ચીનની બહાર વકરી રહેલા કોરોના વાઈરસને કારણે ફિલિપાઈન્સ પ્રથમ શેરબજાર છે જેણે કામકાજ બંધ કરવાની જાહેરાત કરી હતી.વૈશ્વિક સ્તરે કોરોનાના કહેરને કારણે આર્થિક ગ્રોથ તળિયે ગબડવાની અને આકરી મંદીનો સામનો વિશ્વ કરવા તરફ આગળ વધી રહ્યું હોવાની દહેશતની પાછળ એશિયાથી લઈ યુરોપ અને અમેરિકાથી લઈને લેટિન અમેરિકા સુધીના શેરબજારમાં કડાકો બોલાયો છે અને હજી સ્થિરતા આવવાનું નામ નથી લેતી.

ખેડૂતોએ સરકારનો પ્રસ્તાવ ઠુકરાવ્યો : ત્રણેય કાયદાઓ પરત ખેંચવાની માગ પર અડગ
તેલ માલિસના બહાને અડપલા કરતાં કરાટે ક્લાસિસ સંચાલકની હવે પોલીસ કરશે માલિસ
Ukraine Crisis: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના પત્નીના અચાનક યુક્રેન પ્રવાસથી આશ્ચર્ય
ગુજરાત પોલીસની બહાદુરી, વિદેશોમાં છુપાઇ ગયેલા 4 ગુનેગારોને શોધી કાઢ્યા
‘નિસર્ગ’ વાવાઝોડા મુદ્દે સાવચેત રહેવા દમણ કલેક્ટરની અપીલ
Share This Article
Facebook Email Print
Previous Article યસ બેન્કના બોન્ડધારકોને રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો
Next Article વારાણસીમાં સારા અલી ખાને બાબા વિશ્વનાથના દર્શન સમયે શિવલિંગને સ્પર્શ કરતા વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up