શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની આગામી ફિલ્મ ‘પઠાણ’ તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘બેશરમ રંગ’ને લઈને વિવાદોમાં ઘેરાયેલી જોવા મળી રહી છે.આ ગીતને જોયા બાદ એક તરફ શાહરૂખ ખાન અને દીપિકાની સોશિયલ મીડિયા પર આકરી ટીકા થઈ રહી છે અને ફિલ્મને બહિષ્કાર કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે.ત્યારે હવે ઈન્દોરમાં દીપિકા અને શાહરૂખ ખાનના પૂતળા ફૂંકવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પણ મેકર્સને ચેતવણી આપી છે કે દીપિકા પાદુકોણના કપડાં વ્યવસ્થિત કરવામાં આવે,નહીં તો તેઓ આ ફિલ્મને મધ્ય પ્રદેશમાં રિલીઝ નહીં થવા દે.આ ગીત રિલીઝ થયા બાદ હવે ફિલ્મને લઈને વિવાદ વધી રહ્યો છે. ઈન્દોરમાં પઠાણના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને ફિલ્મ પર પ્રતિબંધની માંગ પણ કરી રહ્યા છે.
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ દાસે આપી ચેતવણી
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ દીપિકા અને શાહરૂખ ખાનના આ ગીત અંગે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.તેણે કહ્યું હતું કે પઠાણના ગીતમાં ટુકડે-ટુકડે ગેંગની સમર્થક દીપિકા પાદુકોણ દ્વારા દર્શાવવામાં આવેલા કપડાં અને દ્રશ્યો ખૂબ જ વાંધાજનક છે અને આ ગીત લોકોની માનસિકતા બગાડે છે.રાજકારણીએ દીપિકા પાદુકોણના કપડાંને લઇને ચેતવણી આપી હતી અને સ્પષ્ટ કહ્યું હતું કે જો આ વસ્તુઓ ઠીક નહીં કરવામાં આવે તો તે ફિલ્મને મધ્યપ્રદેશમાં રિલીઝ થવા દેશે નહીં.
फिल्म #Pathan के गाने में टुकड़े-टुकड़े गैंग की समर्थक अभिनेत्री दीपिका पादुकोण की
वेशभूषा बेहद आपत्तिजनक है और गाना दूषित मानसिकता के साथ फिल्माया गया है।
गाने के दृश्यों व वेशभूषा को ठीक किया जाए अन्यथा फिल्म को मध्यप्रदेश में अनुमति दी जाए या नहीं दी जाए,यह विचारणीय होगा। pic.twitter.com/Ekl20ClY75
— Dr Narottam Mishra (@drnarottammisra) December 14, 2022
ઈન્દોરમાં દીપિકા અને શાહરૂખ ખાનના પૂતળા ફૂંકવામાં આવ્યા
આ વિવાદ ‘બેશરમ રંગ’માં દીપિકા પાદુકોણે પહેરેલી ભગવા રંગની બિકીની અને ગીતમાં દર્શાવવામાં આવેલા દ્રશ્યોથી શરૂ થયો હતો.હિંદુ મહાસભાએ દીપિકા પાદુકોણે ભગવા રંગની બિકીની પહેરવા સામે વાંધો ઉઠાવ્યો છે.શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ ‘પઠાણ’ સામે ઈન્દોરમાં વિરોધ જોવા મળી રહ્યો છે.જો રિપોર્ટ્સનું માનીએ તો વીર શિવાજી ગ્રુપે ઈન્દોરમાં રોડ પર દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનના પૂતળા ફૂંક્યા છે.ઘણા સામાજિક કાર્યકર્તાઓ આ ફિલ્મ પર પ્રતિબંધની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.વીર શિવાજી ગ્રુપનું કહેવું છે કે પઠાણ ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને શાહરૂખ ખાનનું ગીત ‘બેશરમ રંગ’ હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ ઉઠી
મોસ્ટ અવેટેડ ફિલ્મ પઠાણનું આ ગીત રિલીઝ થતાની સાથે જ લોકોએ સોશિયલ મીડિયા પર દીપિકા-શાહરૂખની કારકિર્દી પર સવાલો ઉઠાવ્યા હતા અને સાથે જ તેમની ફિલ્મોને હિટ બનાવવાની આ ફોર્મ્યુલા પર નારાજગી વ્યક્ત કરી હતી.એટલું જ નહીં, લોકોએ સોશિયલ મીડિયા પર પણ ફિલ્મનો બહિષ્કાર કરવાની માંગ કરી હતી.શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ 25 જાન્યુઆરી 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઇ રહી છે.આ ફિલ્મમાં દીપિકા-શાહરૂખ સિવાય જોન અબ્રાહમ લીડ રોલમાં છે.આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.