મુંબઇ : મુંબઇના ફિલ્મ સર્જક અવિનાશ દાસના આગોતરાં જામીનની અરજીને અમદાવાદની સેશન્સ કોર્ટે મંગળવારે નકારી કાઢી હતી.તેમણે કેન્દ્રના ગૃહપ્રધાન અમિત શાહનો ફોટો ખોટી રીતે સોશ્યલ મિડિયા પર શેર કર્યો હતો.અવિનાશ દાસ પર દેશના સન્માનચિન્હનું અપમાન કરવાનો આરોપ મુકવામાં આવેલો છે.દાસે અગાઉ એક મહિલાનો તિરંગા સાથે બિભત્સ ફોટો પણ શેર કર્યો હોવાનું મનાય છે.દાસનું આ કામ તેમની માનસિક વિકૃતિ દર્શાવે છે તેમ અદાલતે તેમના આગોતરાં જામીન નકારી કાઢતાં જણાવ્યું હતું.સોશિયલ મીડિયા પર અમિત શાહના ફોટા શેર કરવાના કેસમાં પ્રોડયૂસરની તોળાતી ધરપક
મે મહિનામાં સીટી સાયબર ક્રાઇમ બ્રાંચે અવિનાશ દાસ સામ આઇપીસીની કલમ ૪૬૯ હેઠળ છેતરપિંડી કરવા બદલ એફઆઇઆર નોંધી હતી.આઠ મેના રોજ દાસે ટ્વિટર પર ગૃહ પ્રધાન અમિતશાહની તસવીર શેર કરી હતી.ક્રાઇમ બ્રાંચે અવિનાશ દાસે આ તસવીર લોકોમાં ગેરસમજ ઉભી કરી તેમની છાપ ખરડવાના આશય સાથે મુકી હોવાનું જણાવ્યું હતું.દાસના વકીલે જણાવ્યું હતું કે સિંઘલનો ફોટો વેબ લિન્ક પરથી લઇને અન્ય દ્વારા સરક્યુલેટ કરવામાં આવ્યો હતો તેને દાસે મુક્યો નહોતો.અવિનાશ દાસે ૨૦૧૭માં સ્વરા ભાસ્કર,સંજય મિશ્રા અને પંકજ ત્રિપાઠીને ચમકાવતી ફિલ્મ અનારકલી ઓફ આરા બનાવી હતી.
ગયા મહિને અવિનાશ દાસે ઝારખંડની આઇએએસ અધિકારી પૂજા સિંઘલનો ગૃહ પ્રધાન અમિતશાહ સાથેનો જૂનો ફોટો પૂજા પાસેથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવ્યા બાદ સોશ્યલ મિડિયા પર પોસ્ટ કર્યો હતો.અદાલતે જણાવ્યું હતું કે તે એક ફિલ્મમેકર છે એટલે તેની પ્રથમ ફરજ દેશનું ગૌરવ જાળવવાની છે.તેણે દેશના રાષ્ટ્રધ્વજ તથા ભારતના ગૃહ પ્રધાનનો આદર કરવો જોઇએ પણ તેઁમણે જાણી જૌઇને આ ફોટો સોશ્યલ મિડિયા પર મુક્યો હતો.મુંબઇના ફિલ્મ સર્જક અવિનાશ દાસે ટ્રાન્ઝિટ જામીન મેળવવા માટે બોમ્બે હાઇકોર્ટને અરજી કરી હતી પણ હાઇકોર્ટે આ અરજી નકારી કાઢતાં દાસે કાનુની રક્ષણ મેળવવા માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.


