મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને પડકારતા કહ્યું કે જો હિંમત છે તો તેઓ ફિલ્મ સિટીને ઉત્તરપ્રદેશમાં લઇ જઇને દેખાડે.થોડાંક મહિના પહેલાં જ આદિત્યનાથે કહ્યું હતું કે તેઓ દેશની સૌથી મોટી ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવશે.ત્યારથી આ મુદ્દા પર શિવસેના અને ભાજપ સામ-સામે છે.
વેબિનારમાં બોલ્યા ઉદ્ધવ ઠાકરે
સિનેમા જગત સાથે જોડાયેલા એક વેબીનારમાં ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એ બોલતા કહ્યું કે એકવખત ફરીથી યોગી આદિત્યનાથ પર નિશાન સાંધ્યું છે. બીજીબાજુ ઉદ્ધવ ઠાકરે એ મુંબઇ ફિલ્મ સિટીમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવાનો પણ વિશ્વાસ ફિલ્મ જગતને આપ્યો છે.તેમણે કહ્યું કે બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝ માં કેટલી બધી સમસ્યાઓ અને મુશ્કેલીઓ છે જેને દૂર કરવાનું કામ અમારી સરકાર કરશે. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝને જે પણ સુવિધા જોઇએ તેને પૂરી પાડી શકાશે.ઉદ્ધવ ઠાકરે એ કહ્યું કે જે જમીન પર દાદાસાહેબ ફાળકેએ ફિલ્મ નિર્માણની શરૂઆત કરી.એ જગ્યા પર હું કોઇપણ પ્રકારની અછત આવવા દઇશ નહીં.
કાશ્મીરમાં શરૂ કરો ફિલ્મ સિટી, ભાજપને સલાહ
આની પહેલાં શિવસેનાના મુખપત્ર સામનાએ પણ યુપીમાં ફિલ્મ સિટી સ્થાપનાને લઇ યોગી પર નિશાન સાંધ્યું હતું.સામનાએ ત્યારે લખ્યું હતું કે જ્યારે લોકડાઉન અને કોરોનાના લીધે ફિલ્મ સિટી બંધ છે ત્યારે યોગીજી નવી ફિલ્મ સિટી બનાવાની વાત કરી રહ્યા છે.આંતરરાષ્ટ્રીય સલાહકારોના માર્ગદર્શનની સાથે આ કામ શરૂ કરાશે અને આવતા અઢી વર્ષની અંદર આ કામ પૂરું કરી લેવાશે.આ બધુ થયા બાદ પણ મુંબઇની ફિલ્મ સિટીનું મહત્વ ઓછું થશે નહીં.કાશ્મીરમાં ફિલ્મ સિટી શરૂ કરવાની ભાજપને સલાહ આપી હતી.
મુંબઇમાંથી બોલિવુડ ખત્મ કરવાનું ષડયંત્ર
શિવસેના એ ભાજપ પર આરોપ મૂકયો કે મુંબઇથી બોલિવુડને બીજી જગ્યાએ શિફ્ટ કરવાનું ષડયંત્ર કરાઇ રહ્યું છે.પરંતુ અમે તેને પૂરું થવા દઇશું નહીં.મુંબઇ મહારાષ્ટ્રની આર્થિક રાજધાની જ નહીં પરંતુ સાંસ્કૃતિક રાજધાની પણ છે.આજે બોલિવુડમાં હોલિવુડને ટક્કર આપનાર ફિલ્મો બની રહી છે.દુનિયાભરમાં બોલિવુડ કલાકારોને ચાહનાર લોકો હાજર છે.મનોરંજન ક્ષેત્ર એક મોટું ઉદ્યોગનું ક્ષેત્ર બની ચૂકયું છે.અહીં અસંખ્ય લોકોને રોજગારીની તક મળે છે.સિનેમાના લીધે પોતાના કલાકાર લોકપ્રિય હોય છે.પરંતુ છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાંક લોકોના કારણે બોલિવુડને બદનામ કરવાનું પણ ષડયંત્ર થઇ રહ્યું છે જે ખૂબ જ દુ:ખદ છે.


