By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ફુટપાથ પર લારીવાળાનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > Surat > ફુટપાથ પર લારીવાળાનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબૂર
GeneralSurat

ફુટપાથ પર લારીવાળાનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબૂર

HM News
Last updated: 13/06/2022 6:44 AM
HM News
3 years ago
Share
SHARE

સુરત : તા.12 જૂન 2022 રવિવાર : સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે સુરત મ્યુનિ.ના રીવર ફ્રન્ટ બહારનો રોડ કાટપીટીયા બજાર બની ગયો છે. જ્યારે બ્રિજથી અડાજણ પાટીયા તરફ જતા રોડના ફુટપાટ પર લારીવાળા નો કબજો છે.સુરત પાલિકાની ગંભીર બેદરકારીને કારણે આ રોડ હવે કાટપીટીયા બજાર જેવો બની ગયો છે.આ ઉપરાંત અહી જે ગંદકી થઈ રહી છે તેના કારણે સુરત ની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે.ફુટપાથ પર લારીવાળાઓનો કબજો હોવાથી લોકો રસ્તા પર ચાલવા મજબુર બની રહ્યા છે.

સુરત મ્યુનિ.તંત્ર દ્વારા લાખો રૃપિયાનો ખર્ચ કરીને અડાજણ છેડે રિવરફ્રન્ટ બનાવ્યો છે પરંતુ રીવર ફ્રન્ટ બહારના રોડ પર માથાભારે તત્વો કબજો જમાવી દીધો છે.અડાજણના લો લેવલ બ્રિજથી નહેરુ બ્રિજ- વોક વે બ્રિજ સુધીના રસ્તા પર માથાભારે કાટપીટાયાઓએ કબ્જો જમાવ્યો છે.આ જગ્યાએ જુના ભંગાર અને લાકડાના ફર્નિચર મુકી દેવામાં આવ્યા છે.આ ઉપરાંત જુના કબાટ અને અન્ય વસ્તુઓ સાથે રીક્ષાનો જમેલો પણ રહે છે.આ જગ્યાએ બનેલા ફુટપાથ પર ભાડે આપવાના લારી નો ખડકલો કરી દેવામાં આવ્યો છે.અહીથી કચરાપેટી ખસેડી દીધો હોવા છતાં લોકો અહીં લોકો કચરો નાખીને ગંદકી ફેલાવી રહ્યાં છે.

નહેરુ બ્રિજ થી લો લેવલ બ્રિજ સુધી જતા રસ્તા પર કાટપીટીયાઓના કબજો છે જ્યારે નહેરુ બ્રિજ થી અડાજણ પાટીયા તરફ જતા રસ્તા પર માથાભારે લારીવાળાઓ દબાણ કરી રહ્યાં છે.આ રોડ પર રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવેલા ફુટપાથ પર માથાભારે લારીવાળાઓ લારીઓ મુકી દબાણ કરી રહ્યાં છે.જેના કારણે લોકોએ રોડ પર ચાલવું પડી રહ્યું છે.પાલિકા તંત્ર આ માથાભારે તત્વો ને દૂર કરતું ન હોવાથી સુરતના લોકોને મુશ્કેલી પડવા સાથે સુરત ની સુંદરતાને પણ ગ્રહણ લાગી રહ્યું છે.

અંધભક્તિ : અહીં ‘કોરોના દેવી’નું મંદિર બનાવ્યુ, મહામારીથી બચવા માટે થઈ રહી છે 48 દિવસના મહાયજ્ઞની તૈયારી
છોટાઉદેપુરના બોડેલીના રઝાનગરમાં લોકો જીવ બચાવવા ટેરેસ પર જતા રહ્યા
EDએ યસ બેન્કના ફાઉન્ડર રાણા કપૂરની ધરપકડ કરી
રાજ્યમાં હીટવેવની આગાહી, મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સુધી પહોંચશે
સુરેન્દ્રનગર MLA ના ઇશારે ભાજપ યુવા અગ્રણીનું પતુ કપાયાના આક્ષેપથી પક્ષમાં ભૂકંપ..?
Share This Article
Facebook Email Print
Previous Article ખાડા નથી તે રસ્તાને તાત્કાલિક કાર્પેટ કરાયા, ખોદાયેલા રસ્તાને કાર્પેટ કરવામાં ધાંધિયા
Next Article ભેસ્તાનમાં વેસ્ટેજ યાર્નના ગોડાઉનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગએ પહેલા માળને ઝપેટમાં લીધો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up