નવી દિલ્હી તા. ૨૭ : ફેસબુકમાં હેટ સ્પીચ વિવાદની વચ્ચે વધુ એક ખુલાસો થયો છે.ભાજપ અને ફેસબુકની સાંઠગાંઠને લઈને આ હકિકત સામે આવી છે. ભારતમાં ફેસબુકને જાહેરાત આપવામાં ભાજપ સૌથી આગળ છે.છેલ્લા ૧૮ મહિનામાં ભાજપે ફેસબુકને સૌથી વધુ જાહેરાત આપી છે.
ભાજપ અને ફેસબુકની વચ્ચે આ કનેકશન સામે આમે આવ્યું છે.૨૦૧૯ બાદ ભાજપે જાહેરાત પાછળ ૪.૬૧ કરોડનો ખર્ચ કર્યો.કોંગ્રેસે ફેસબુકની જાહેરાત પાછળ ૧.૮૪ કરોડનો ખર્ચ કર્યો છે.જયારે AAP દ્વારા ફેસબુકને ૬૯ લાખની જાહેરાત આપવામાં આવી હતી.
ફેસબુકના ટોપ-૧૦ એડવર્ટાઈઝરમાં ભાજપના ૪ લોકો જોડાયેલા છે.આ ખુલાસો સોશિયલ મીડિયાના ખર્ચનો ડેટા રાખનાર ટ્રેકરથી થયો છે. આ ડેટા ફેબ્રુઆરી ૨૦૧૯થી ૨૪ ઓગસ્ટ ૨૦૨૦ સુધી છે. આ જ સમયગાળામાં ૨૦૧૯ની લોકસભા ચૂંટણી પણ યોજાઈ હતી.
ઉલ્લેખનીય છે કે ભારતમાં ભાજપ ફેસબુકની સૌથી મોટી એડવરટાઇઝર બની હતી.જેમાં સામાજીક,રાજકીય અને ચૂંટણીના મુદ્દાઓ પર જાહેરાત કરવામાં આવી હતી. નોંધનીય છે કે ફેસબુક અને ભાજપની સાંઠગાઠને લઈને ભારતનું રાજકારણ ગરમાયુ હતુ.અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જનરલમાં ફેસબુક હેટ સ્પીચ રૂલ્સ કોલાઈડ વિથ ઈન્ડિયા પોલિટિકસ હેડિંગ સાથે એક રિપોર્ટ પ્રકાશિત થયો છે.જેનાથી વિવાદ ઉભો થયો છે.જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ફેસબુક ભારતમાં સત્તાધારી પાર્ટી ભાજપના ઉશ્કેરણીજનક ભાષણોના મામલાના નિયમોમાં ઢીલ આપે છે.ફેસબુક કર્મચારીએ કહ્યું કે ભારતમાં એવા અનેક લોકો છે કે જે સોશિયલ મીડિયાનો ઉપયોગ નફરત ફેલાવવા કરે છે.
તેલંગાણાના ભાજપના સાંસદ ટી રાજા સિંહની એક પોસ્ટનો ઉલ્લેખ કર્યો છે.જેમાં મુસ્લિમોની વિરુદ્ઘ વકાલત કરવામાં આવી છે. ફેસબુકના કર્મચારીઓએ કહ્યું કે તેમણે આ પોસ્ટની કંપનીના નિયમો વિરુદ્ઘ ગઈ ફરિયાદ કરી હતી.જો કે ભારતમાં ટોપ લેવલ પર બેઠેલા અધિકારીઓએ તેના પર કોઈ પગલા ભર્યા નહોતા.આવું પહેલી વાર થયું નથી.આ પહેલા ફેસબુકે નેટવર્ક અને ડેટાનો ઉપયોગ કરીને ડોનાલ્ડ ટ્રમ્પની ચૂંટણીને પ્રમોટ કરવા માટે કર્યો હતો.તાજેતરમાં ફેસબુકનાં વિવાદિત પોસ્ટને લઈને હોબાળો મચી ગયો હતો.આ હંગામો હજી બંધ થયો ન હતો કે ફરીથી કેટલાક નવા આંકડા સામે આવ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ ફેબ્રુઆરી 2019થી ફેસબુક એડ્સ માટે 4.61 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે,જ્યારે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેરાત કરવા માટે 1.84 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. છેલ્લા 18 મહિનાથી ભાજપ સામાજિક, રાજકીય અને ચૂંટણી બાબતોમાં ફેસબુકની સૌથી મોટી જાહેરાતકર્તા છે.
ધ ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ આ વર્ગના ટોચના 10 જાહેરાત આપનારાઓમાંથી 4 ભાજપ સાથે સંકળાયેલા છે.જેમાંથી ત્રણ લોકો એવા છે જે દિલ્હીમાં ભાજપના હેડક્વાર્ટરનું એક એકસમાન સરનામું ધરાવે છે.આ 4 લોકોમાંથી 2 લોકો ફેસબુક પર કોમ્યુનિટી પેજ ચલાવે છે.જેમાં મારો પ્રથમ મત મોદીને, ભારત કે મન કી બાત, નેશન વિથ મોદી વગેરે જેવા પેજ બાકીના બે લોકો દ્વારા ચલાવાય છે.
ડેટા અનુસાર ફેબ્રુઆરી 2019 પછી ફેસબુક ઇન્ડિયાનો કુલ જાહેરાત ખર્ચ 59.65 કરોડ રૂપિયા રહ્યો છે.આ જાહેરાતો ફક્ત એપ્લિકેશન અથવા વેબસાઇટ સુધી મર્યાદિત ન હતી,પરંતુ ફેસબુકના અન્ય પ્લેટફોર્મ્સ જેવા કે ઇન્સ્ટાગ્રામ, ઓડિયન્સ નેટવર્ક, મેસેંજર વગેરે પર પણ બતાવવામાં આવી હતી.

