અમદાવાદ : તા.30 મે 2022,સોમવાર : ભારતની સૌથી ઝડપથી આગળ વધતી ઓટો કંપની ટાટા મોટર્સે ગુજરાતમાં તેનો વ્યાપ વધારવાનો નિર્ણૅય કર્યો છે.વૈશ્વિક જાયન્ટ ઓટોમોબાઈલ કંપની ફોર્ડ જેણે ભારતીય કારોબાર સમેટવાની તાજેતરમાં જ જાહેરાત કરી હતી તેનો ગુજરાત સ્થિત પ્લાન્ટ હવે ટાટા મોટર્સ ખરીદવા જઈ રહી છે.કોરોના મહામારીની બમણી માર અને ઈલેક્ટ્રિક કાર બજારના વધતા કદને જોતા હવે નવા મૂડીરોકાણ અને અન્ય કારણોસર ફોર્ડે ભારતીય કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી હતી.આ જ મુદ્દે આગળ વધતા હવે ફોર્ડે તેનો ગુજરાતના સાણંદ સ્થિત પ્લાન્ટને વેચવા માટે ટાટા મોટર્સ અને ગુજરાત સરકાર સાથે કરાર કર્યા છે,તેમ એક મીડિયા અહેવાલમાં જાણવા મળ્યું છે.