– અમેરિકામાં કોરોના વાયરસને કારણે 40 હજારથી વધારે લોકોના મોત થયા છે
એજન્સી,પેરિસ
કોરોના વાયરસ માહમારીએ સમગ્ર દુનિયામાં પગપેસારો કર્યો છે.દુનિયાભરમાં કોરોના વાયરસને કારણે 1.66 લાખ લોકોથી વધારે લોકોના મોત થઈ ગયા છે.હવે ફ્રાન્સમાં મૃત્યુંઆંક 20 હજારને પાર પહોંચી ગયો છે.
ફ્રાન્સમાં સોમવારે કોરોના વાયરસને કારણે 547 લોકોના મોત થયા હતા.આ સાથે ફ્રાન્સે જાહેરાત કરી છે કે દેશભરમાં આ વાયરસને કારણે 20 હજારથી વધુ લોકોના મોત થયા છે.વરિષ્ઠ સ્વાસ્થ્ય અધિકારી જેરોમ સાલોમોને પણ જણાવ્યું છે કે, દેશમાં અત્યાર સુધી કોવિડ-19ના 20,265 દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.
અમેરિકા,ઈટાલી અને સ્પેન બાદ ફ્રાન્સ એવો ચોથ દેશ છે જ્યાં કોરોના સંક્રમણને કારણે 20 હજારથી વધારે લોકોના મોત થયા છે.દુનિયામાં અમેરિકા આ જીવલેણ વાયરસથી સૌથી વધારે પ્રભાવિત છે જ્યાં કોવિડ-19ના દર્દીઓનો મૃત્યુંઆંક 40,683 છે.ઈટાલીમાં 23,660 અને સ્પેનમાં 20,852 લોકોના મોત થયા છે.