[weather_data]
Breaking News
TRENDING NEWS

‘બંગાલ કો આપની બેટી ચાહિયે, બુઆ નહિ’, નવરત્નોના સહારે મમતાનો BJP પર પલટવાર

[updated_date] [post_views]

Table of Content

પશ્વિમ બંગાળની ચૂંટણીના જંગમાં બીજેપીને જે વસ્તુની ઉણપ નડી રહી છે તે છે એક મોટા ચહેરાની. ટીએમસી વારંવાર બીજેપીને પૂછે છે કે તે પોતાનો સીએમ કેન્ડીડેટ જણાવે. ટીએમસી બીજેપી પર પ્રહાર કરતાં કહે છે કે,બંગાળને પોતાની દિકરી જોઇએ છે.

હવે ટીએમસીના આ હુમલાના જવાબમાં બીજેપીએ બંગાલ બીજેપીની મહિલા નેત્રીયોને આગળ કરી દીધા છે,બંગાળમાં બીજેપીએ પોતાની નવ મહિલા નેતાઓના પોસ્ટર જાહેર કરતા જણાવ્યું કે બંગાળને પોતાની દિકરી જોઈએ છે,બુઆ નથી જોઈતા.પોસ્ટરમાં બંગાળી ભાષાના પિશી શબ્દનો વપરાશ કરવામાં આવ્યો છે,આ એ શબ્દ છે કે જે બીજેપીએ મમતા બેનર્જી અને તેમના ભત્રીજા અભિષેક બેનર્જીના વિરુદ્ઘ પિશી-ભાયપો તરીકે કરે છે.આ પોસ્ટરમાં બીજેપીએ મમતા બેનર્જીને બુઆ તરીકે રજુ કર્યા છે.

બંગાળ કો ચાહિયે અપની બેટી

જણાવી દઇએ કે ટીએમસીથી ચૂંટણી અભિયાનની શરૂઆત કરતાં ‘બંગાળ કો ચાહિયે અપની બેટી’નો નારો આપ્યો હતો.આ સાથે જ ટીએમસીએ ‘સ્થાનિક વિરુદ્ધ બહારી’ના મુદ્દાને વધુ હવા આપી છે.

જણાવી દઇએ કે ટીએમસી દિલ્હીથી પ્રચાર કરવા બંગાળ આવેલા નેતાઓને બહારના ગણાવી રહી છે.તૃણમૂલ કોંગ્રેસના મહાસચિવ પાર્થ ચેટર્જીએ કહ્યું હતું કે રાજ્યના લોકો પોતાની દિકરી ઇચ્છે છે જે પાછલા ઘણાં વર્ષોથી મુખ્યમંત્રી તરીકે તેમની સાથે છે.અમે બંગાળમાં કોઇ બહારનાને લાવવા નથી ઇચ્છતાં.

હવે ચૌહાણ કરશે બંગાળ કુચ

જણાવી દઈએ કે બીજપીએ બંગાળમાં પુરી નેતાઓની ફોજ ઉતારી દીધી છે.મધ્ય પ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ રવિવારે બંગાળમાં ચુનાવી રેલી કરશે. ત્યાં બીજેપી પરિવર્ત રેલીમાં સામેલ થશે. 28 ફેબ્રુઆરીએ સવારે કાલીઘાટ મંદિર અને દક્ષિણેશ્વર મંદિરના દર્શન કરશે.ત્યાર પછી શિવરાજ સિંહ ચૌહાણ કોલકાતા નજીક ધૂળાગૌરી મોડથી હાવડા સાઉથ સુધી પરિવર્તન રેલી કરશે.મુખ્યમંત્રી ધૂલાગોરી મોડ,આલમપુરૂર અને હાવડા સાઉથમાં સામાન્ય સભાને સંબોધિત કરશે.

Leave a Reply

Your email address will not be published.

Recent Posts

Related Articles