પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં હિન્દુત્વની જોરદાર લડાઈ જોવા મળી રહી છે.એક બાજુ જયારે જઈ શ્રી રામના નારાને લઇ વિવાદ ઉભો થયો છે તો હવે બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સોફ્ટ હિન્દુત્વની નીતિ અપનાવી રહી છે.માનવામાં આવી રહ્યું છે કે આ કારણ છે કે તેમણે પોતાનું ફોર્મ ભરવા માટે 11 માર્ચનો દિવસ પસંદ કર્યો છે.આ દિવસે મહા શિવરાત્રીનો પર્વ છે.જય શ્રી રામ હોઈ કે પછી શિયા રામ આ નારા મુદ્દે તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીમાં જંગ ચાલી રહી છે.બીજેપી જ્યાં મમતા બેનર્જી અને ટીએમસીને રામ દ્રોહી કરાર આપવા પર લાગેલી છે ત્યારે ટીએમસી એને માત્ર સ્ટન્ટ ગણાવી રહી છે.
ઉમેદવારી પત્ર ભરવાની તૈયારી શરુ
પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી 11 માર્ચના રોજ નંદીગ્રામથી ચૂંટણીનું બિગુલ વગાડશે.એના માટે તૈયારી શરુ કરી દેવામાં આવી છે.નંદીગ્રામમાં અસ્થાઈ આવાસ અને કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું છે.મમતા બેનર્જી 10 માર્ચના રોજ પૂર્વ મિદનાપુરના હલ્દીયા પહોંચશે,અહીં રાત્રી વિશ્રામ પહેલા મિટિંગ કરશે અને આવતા દિવસે નંદીગ્રામ જશે.
ઉમેદવારી પત્ર ભરવા માટે શિવરાત્રીની ખાસ પસંદગી કરવામાં આવી છે.ચર્ચા છે કે મમતા બેનર્જી શિવરાત્રીના દિવસે ઉમેદવારી પત્ર ભરી સંદેશ આપવા માંગે છે કે તેઓ શિવ ભક્ત છે અને આ પાવન હિન્દૂ તહેવારને જીવનના મોટા કામ માટે પસંદ કર્યો છે.કારણ કે હિન્દૂ કોઈ પણ કામ પાવન દિવસે જ કરે છે.
ચૂંટણી પ્રચાર માટે બનાવવામાં આવી રણનીતિ
માનવામાં આવી રહ્યું છે કે મહાશિવરાત્રી પર ચૂંટણી શંખનાદ કરી મમતા વિચારી રહી છે કે બીજેપીના જાય શ્રીરામના નારા સાથે મુકાબલામાં શિવનું નમા ઉભું કરવામાં આવે.ત્યાં જ મમતા ચૂંટણી પ્રચારની રણનીતિની તૈયાર પણ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે વિરોધીઓને ચિત્ત કરવા માટે મમતા ચૂંટણી પ્રચાર પગપાળા કરશે. એક દિવસ માં ઘણા કિલોમીટર સુહ્નદય પગપાળા ચાલવાનો પ્લાન છે.


