By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા હિંસા, 3 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, એકનું મોત
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા હિંસા, 3 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, એકનું મોત
GeneralNationalPolitics

બંગાળમાં છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા હિંસા, 3 જગ્યાએ બોમ્બ વિસ્ફોટ, એકનું મોત

HM News
Last updated: 22/04/2021 7:35 AM
HM News
4 years ago
Share
SHARE

– બે સ્થળે ભાજપના નેતાઓના ઘર પાસે જ વિસ્ફોટની ઘટના

નવી દિલ્હી, તા. 22 એપ્રિલ : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાના મતદાન પહેલા મંગળવારે રાજ્યમાં 3 જગ્યાએ બોમ્બ વડે હુમલો થયો હતો.મતદાન પહેલા થયેલા વિસ્ફોટોના કારણે ફરી એક વખત ભયનું વાતાવરણ સર્જાયું હતું. છઠ્ઠા તબક્કાનું મતદાન થવાનું હતું તે ક્ષેત્રોમાં જ બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી. વિસ્ફોટની આ ઘટનાઓમાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ટીટાગઢ

ઉત્તર 24 પરગણાના ટીટાગઢ ખાતે આવેલા ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ક્રુડ બોમ્બ ફેંકવામાં આવ્યો હતો.આ અંગે જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાટમાળ નીચે દટાયેલા બે લોકોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.તે પૈકીના 28 વર્ષીય એક શખ્સનું સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

બૈરકપુર

ઉપદ્રવીઓએ બૈરકપુર વિધાનસભા ક્ષેત્રમાં આવતા ટીટાગઢમાં જ અન્ય એક સ્થળે પણ કાચા બોમ્બ ફેંક્યા હતા.આ જગ્યા ભાજપના નેતા સંતોષ જેનાના ઘરની નજીક છે.પોલીસે બુધવારે તે વિસ્તારમાંથી બે જીવીત ક્રુડ બોમ્બ જપ્ત કર્યા હતા.આ બંને ઘટના બાદ ક્ષેત્રમાં ભારે તણાવ વ્યાપ્યો હતો.

જગતદલ

ભાટાપારા ખાતે પણ મંગળવારે મોડી રાતે બોમ્બ વિસ્ફોટની ઘટના બની હતી.આ ક્ષેત્ર ભાજપના સાંસદ
અર્જુન સિંહનો ગઢ ગણાય છે. તેઓ પહેલા ટીએમસીના સદસ્ય હતા.

પાકિસ્તાનની સંસદમાં આતંકી વડા લાદેનને ઈમરાને શહિદ ગણાવતાં ગૃહમાં હોબાળો
ગુજરાતના પાટનગરમાં ભાજપનો ભગવો લહેરાયો, ગાંધીનગર મહાનગરપાલિકામાં કોંગ્રેસ અને AAP ના સૂપડાં સાફ
આણંદના ઉમરેઠમાં હિંદુ સગીરાઓની છેડતી બાદ કોમી તંગદિલી : તલવાર-લાકડીઓ ઉછળી
પાટણ માર્કેટયાર્ડમાં ઘઉંના ભાવે ઐતિહાસિક સપાટી કૂદાવી, એક મણના રૂ. 440થી 786ના ભાવ પડ્યા
દિલ્હી MCD મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી લડવાનો ભાજપનો નિર્ણય, ઉમેદવારોના નામ જાહેર કર્યા
Share This Article
Facebook Email Print
Previous Article CPM મહાસચિવ સીતારામ યેચુરીના દીકરા આશીષનું માત્ર 34 વર્ષની ઉંમરે કોરોનાથી અવસાન
Next Article કોરોના કર્ફ્યૂમાં પોલીસે મટન શોપ ખોલાવીને કરી ચિકન પાર્ટી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up